માંગરોલ, દેગડીયા —માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી કન્યા છાત્રાલય માં શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા એ લઈ દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા
મુલાકાત દરમિયાન સુરત ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર હસમુખભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી જનમ ઠાકોર,ટી. ડી.ઓ. છાસટીયા, નાયબ મામલતદાર દિનેશભાઇ ચૌધરી, ડે.કલેકટર અમિતભાઇ ગામીત સહીત ના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વહેલી તકે દર્દીઓને ઓક્સિજન સહિત ની સુવિધા મળી રહે તેવું આયોજન કર્યું હતું આ સંદર્ભમાં તેમણે તા.28 સુધીમાં ઓક્સિજન સુવિધા દર્દીઓને મળી રહે તેવી ખાતરી આપી હતી. મંત્રી એ ભારપૂર્વક જણાવ્યું હતુ કે દરેકે દરેક વ્યક્તિ ઓ એ કોવિડ રસી મુકાવી જોઈએ. આજુબાજુના સરપંચ શ્રી, ડે. સરપંચશ્રી ઓને અનુરોધ કરી રસીકરણ કાર્યમાં સહયોગ આપવા જણાવ્યું હતું આ કોવિડ કેર સેન્ટર માં ઓક્સિજન સહિતની સેવા ઉપલબ્ધ થતાં આજુબાજુના વ્યક્તિઓને સુરત, બારડોલી, વ્યારા, અંકલેશ્વર સુધી લંબાવું પડશે નહિ. આ સુવિધા ઉપલબ્ધ થતા આપણા વિસ્તાર માટે કોવિડ કેર સેન્ટર આશીર્વાદ રૂપ સાબિત થશે સુરતજિલ્લા પંચાયત ના સદસ્ય અફઝલભાઈ પઠાણ, રાકેશભાઈ સોલંકી, ઉપ પ્રમુખશ્રી ભરતભાઈ પટેલ, અનિલભાઈ શાહ, સુરત જિલ્લા પંચાયતના સદસ્ય કાનાભાઇ વસાવા, માં. તા. ના અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર મુકુંદભાઈ પટેલ, માં. તા. ના સદસ્ય યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિ બેન મૈસુરીયા, સરકારી તંત્ર ના અધિકારી ઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત