Home Kheda (Anand) એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજમાં ઇંકયુબેશન કેન્દ્રનો મંત્રીશ્રીના હસ્તે પ્રારંભ:નવ પ્રવર્તકોનું બહુમાન

એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજમાં ઇંકયુબેશન કેન્દ્રનો મંત્રીશ્રીના હસ્તે પ્રારંભ:નવ પ્રવર્તકોનું બહુમાન

17
0

સમસ્યાનું સગવડતા સાથે સમાધાન એટલે સ્ટાર્ટ અપ : શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
આણંદ – શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે સાંપ્રત સમયમાં તમામ ક્ષેત્રોમાં અનેકવિધ સમસ્યાઓ છે,ત્યારે સમસ્યાનું સગવડતા સાથે સમાધાન એટલે સ્ટાર્ટ અપ. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે સમગ્ર દેશમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૧૭ માં સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈનોવેશન પોલીસી બનાવી હતી.જેના પરિણામે અનેકવિધ નવા સંશોધનો યુવા વિદ્યાર્થીઓએ કરી દેશને નવી રાહ ચીંધી છે.આ સફળતાના પગલે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં એસ.એસ.આઇ.પી પાર્ટ- ૨ અમલમાં મૂકવામાં આવશે.


સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન.એસ પટેલ આર્ટ્સ (આટોનોમસ) કોલેજ આણંદ ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કઈ નવું કરી શકી તે હેતુસર ઇંક્યુબેશન કેન્દ્રનો શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો હતો.
શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓમાં અનેક નવીન વિચારો પડેલા છે ત્યારે આ ઇંક્યુબેશન કેન્દ્રના માધ્યમથી ઉજાગર થશે જેનો સીધો લાભ સમાજને થશે તેમ તેમણે કહ્યું હતું. તેમણે યુવાનો અને વિધાર્થીઓમાં અનેક રચનાત્મક શક્તિઓ રહેલી છે. માત્ર તેઓને એક તક અને પ્લેટફોર્મની જરૂર છે જે આ કેન્દ્ર દ્વારા પરિપૂર્ણ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે યુવાઓને જોબ સીકર નહીં પણ જોબ ગીવર બનવા હાકલ કરી હતી.
મંત્રીશ્રીએ રાજ્યમાં થયેલ વિવિધ નવીન પ્રયોગોની દ્રષ્ટાંત સહિત વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ પટેલ,પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રીમતી નિપાબેન પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે પોતાના વ્યવસાય ક્ષેત્રે નવીન સંશોધન કરનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સૌનો આવકાર કરતા કોલેજના આચાર્ય મોહનભાઈ પટેલે જણાવ્યું કે સ્ટાર્ટ અપ હેઠળ કોલેજમાં એગ્રો પ્રોસેસિંગ અને રિટેલ મેનેજમેન્ટનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા રૂ.૨૦ લાખનું અનુદાન ફાળવવામાં આવ્યું છે. નવ પ્રવર્તકોને પોતાના સંશોધનને ભારતભરમાં યોગ્ય બજાર મળે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.રાજ્યમાં આર્ટસ કોલેજને સેન્ટર મળ્યું હોય એવી આ પ્રથમ કોલેજ છે. અંતમાં કોલેજના ઉપાચાર્ય ડો. પ્રતીક્ષાબેને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે પક્ષ અગ્રણી શ્રી વિપુલભાઈ પટેલ, પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા, અગ્રણી જશુભા સોલંકી, મહેશભાઈ પટેલ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
(ભાવિનકુમાર પ્રજાપતિ- આણંદ)

Previous articleસંદેશરની કોરોનાથી નિરાધાર બનેલી બાળા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને મોકળા મને” સંવાદ કાર્યક્રમમાં રૂબરૂ જોડાઇ
Next articleકુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરમાં નાક,કાન ગળાનો કેમ્પ યોજાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here