India

મોદી સરકારની દેશવાસીઓને મોટી ભેટ : મફત અનાજ, સસ્તા ભાડાના ઘર, મફત ગેસ સિલિન્ડર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક ઉજ્વલા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. 1 જુલાઈથી તેને ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દત પણ વધારી દેવામાં આવી છે. હવે આ યોજના હેઠળ નવેમ્બર સુધી લોકોને અનાજ મળશે. દેશના ગરિબોને પોસાય તેવા 1 લાખ 15 હજાર મકાનો બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટ અને સીસીઈએની બેઠકમાં સરકારે શહેરી ગરીબો અને પ્રવાસીઓ માટે અફોર્ડેબલ રેંટલ હાઉસિંગ કોમ્પલેક્સને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના- અર્બન હેઠળ મજૂરો માટે ઘર બનાવવામાં આવશે. સરકારે મજૂરો માટે 1 લાખથી વધારે ઘર બનાવવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ બેઠકમં લેવાયેલા તમામ મહત્વના નિર્ણયોની વિગતે જાણકારી આપી હતી.

ગરીબોને ઘરની લ્હાણી

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતુંકે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મજૂરોને ઘર ભાડા ઉપર આપવામાં આવશે. 1.08 લાખ ઘરો મજૂરોને ભાડા ઉપર દેવાશે. સરકારે શહેરી ગરીબો અને પ્રવાસીઓ માટે અફોર્ડેબલ રેંટલ હાઉસિંગ કોમ્પલેક્સને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન હેઠળ મજૂરો માટે ઘર બનાવવામાં આવશે. આ યોજનામાં આશરે 600 કરોડ રૂપ્યાનો ખર્ચ થશે. હાલના સરકારી ફંડથી તૈયાર ખાલી કોમ્પલેક્સને અફોર્ડેબેલ રેંટલ હાઉસિંગ કોમ્પલેક્સમાં બદલવામાં આવશે. આ ઉપરાંત સ્પેશ્યલ ઈન્સેન્ટીવ જેવી કે 50 ટકા વધારે એફએઆર, એફએસઆઈ, ટેક્સ રાહત ઓફર કરવામાં આવશે. ટેકનોલોજી ઈનોવેશન ગ્રાન્ટ ઉપર 600 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. શરૂઆતમાં 3 લાખ લાભાર્થીઓને તેનો લાભ મળશે.

ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ વધારાઈ

કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજાનાનો નવેમ્બર મહિના સુધી વધારવા માટે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર નવેમ્બર સુધી 80 કોરોડ લોકોને ફ્રીમાં રાશન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ આ અંગે જાહેરાત કરી છે. આ રાશન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવી રહ્યું છે. માર્ચ મહિનામાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પૈકેજના હિસ્સાના રૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેરાત કરવામાં આવી છે. સરકાર આ યોજાના હેઠળ લોકોને વિતેલા મહિનાઓથી ફ્રીમાં રાશન આપી રહી છે. જેને નવેમ્બર મહિના સુધી વધારવામાં આવી છે.

વ્યાપારીઓ અને 15 હજારથી ઓછુ કમાતા કર્મચારીઓને મોટી ભેટ

સુત્રોના જણાવ્યા પ્રમાણે, કેબિનેટમાં વ્યાપારીઓ અને કર્મચારીઓને 24 ટકા ઈપીએફ સપોર્ટને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે, પીએમ ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ જે કંપનીઓમાં 100 કર્મચારી છે અને તેમાંથી 90 ટકા કર્મચારી 15 હજાર રૂપિયા કમાઈ રહ્યાં છે તેવી કંપનીઓ અને તેમના કર્મચારીઓ તરફથી ઈપીએફમાં યોગદાન માર્ચથી લઈને ઓગષ્ટ 2020 સુધી સરકાર તરફથી કરવામાં આવશે. મે મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ત્રણ મહિના માટે બેનિફિટ્સને વધારવાની જાહેરાત કરી હતી. સરકારે ઈપીએફ યોગદાનના 24 ટકા ઓગષ્ટ સુધી ભરશે. જેમાં 3.67 લાખ એમ્પલોયર અને 72.22 લાખ કર્મચારીઓને રાહત મળશે.

ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને મળશે ફ્રી સીલીન્ડર

કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને મળનારા ફ્રી એલપીજી સીલીન્ડર યોજનાને લઈને કરવામાં આવ્યો છે. કેબિનેટમાં ઉજ્જવલા યોજના લાભાર્થીઓને મળનારા ફ્રી એલપીજી સીલીન્ડર યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે કે લાભાર્થીઓને જૂલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર સુધી ફ્રી એલપીજી સીલીન્ડર મળશે.

ત્રણ ન્શ્યોરન્સ કંપનીઓને 12450 કરોડ રૂપિયા અપાશે

કેબિનેટ મંત્રીએ વધુમાં જાણકારી આપતા કહ્યું હતું કે, કેબિનેટમાં ત્રણ સરકારી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં 12450 કરોડ રૂપિયા નાંખવાની મંજૂરી આપી છે. આ ત્રણેય કંપનીઓના મર્જર માટે પૈસાની જરૂરત છે. જેમાં 2500 કરોડ રૂપિયા પહેલા જ સરકાર આપી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.