GUJARAT

ડાંગ જિલ્લામાં કોરોનાં અને હિટ વેવની દહેશત વચ્ચે ચોમાસા જેવો માહોલ.

ડાંગ જિલ્લામાં હાલ કોરોનાં નાં કેસો અને હિટ વેવને કારણે લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે આજરોજ વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે વરસાદ વરસી ગયો હતો. થોડાં સમય માટે ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી જતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલટો

સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં ગત ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં હાલ હિટ વેવ અને કોરોનાં નાં કેસોમાં ભારેભરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી માવઠા નાં કારણે ડાંગ જિલ્લાનાં ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. આજરોજ બપોર બાદ વાતાવરણમાં આચનક પલટો આવી જતાં વિજળી નાં કડાકા ભડાકા સાથે સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે વરસાદ વરસી ગયો હતો.

કોરોનાં, હિટ વેવ અને કમોસમી વરસાદ નાં કારણે લોકો ચિંતાતુર

ડાંગ જિલ્લામાં હાલ ઉનાળા નાં કારણે હિટ વેવની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આ ગરમી ભર્યા વાતાવરણ વચ્ચે અચાનક કમોસમી વરસાદ વરસી જતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. બપોર બાદ સાપુતારા સહિત શામગહાન, બારીપાડા, મુરબી, નડગચોન્ડ, નિમબારપાડા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી ગયો હતો.

કમોસમી વરસાદ વરસી જતાં વાતાવરણ ઠંડકમય બન્યું

ડાંગ જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કોરોનાં મહામારી અને જિલ્લામાં વધતાં કેસોને લઈ બપોરના 2 વાગ્યાં બાદ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આજે અચાનક ભારે વરસાદ વરસી જતાં ગિરિમથક સાપુતારા સહિત મહારાષ્ટ્ર નાં બોર્ડર વિસ્તાર નાં ગામડાઓમાં ઠંડકમય વાતાવરણ બની જવા પામ્યું હતું.

(શેખર ખેરનાર ડાંગ)

Leave a Reply

Your email address will not be published.