Home Ahmedabad વલસાડ હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20થી વધુ...

વલસાડ હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

12
0

રાજ્યમાં લોકડાઉન બાદ રોડ અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વલસાડના નંદાવાલા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક ઘડાકાભેર અથડાતા આ દુર્ઘટના બની છે. આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે ટ્રક ડિવાઈડર કૂદીને ખાનગી લકઝરી બસ સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 20 મુસાફરો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ અને આસપાસના લોકોએ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે સુરત વલસાડના નંદાવાલા હાઈવે પર અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ બેંગલોર તરફ જઈ રહી હતી, ત્યારે ગુંદલાવ ચોકડી પર પહોંચતા જ મુંબઈ તરફથી એક ટ્રક પૂરપાટ ઝડપે ડિવાઈડર કૂદીને ખાનગી લકઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતાં ટ્રક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં બસ સાથે અથડાઈ હતી. જેના પગલે લકઝરી બસ અને ટ્રકમાં સવાર 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામના સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ધકાડાભેર થયો હતો કે ટ્રક અને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે ટ્રક અકસ્માત બાદ પલટી મારી ગઈ હતી.


Previous articleકોરોના કાળે લોકોની જીવનશૈલી બદલી નાંખવા સાથે તહેવારોની ઉજવણીને પણ ગ્રહણ લગાવી દીધું છે.
Next articleકોરોના વચ્ચે CM રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here