Home India ભારતમાં સતત ચોથા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ નવા કેસ,

ભારતમાં સતત ચોથા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ નવા કેસ,

81
0

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,33,533 નવા કેસ નોંધાયા છે અને 525 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,59,168 સંક્રમિતો સાજા થયા છે.દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,87,205 પર પહોંચી છે.


દૈનિક પોઝિટિવિટી રેટ 17.78 ટકા છે.


કેટલું ટેસ્ટિંગ થયું

દેશમાં 22 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

કુલ એક્ટિવ કેસઃ 21,87,205

કુલ ડિસ્ચાર્જઃ 3,65,60,650

કુલ મૃત્યુઆંકઃ 4,89,409

કુલ રસીકરણઃ 161,92,84,270 (જેમાંથી ગઈકાલે 71,10,445 ડોઝ આપવામાં આવ્યા હતા.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here