Home International ફાઇઝરની કોરોના રસીને કારણે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધોનો સમાવેશ.

ફાઇઝરની કોરોના રસીને કારણે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધોનો સમાવેશ.

74
0

નોર્વેમાં અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસીની આડઅસરોને કારણે ૧૩નાં મોત થયાં છે. નોર્વેજિયન મેડિસિન્સ એજન્સીએ જણાવ્યું છે કે ફાઇઝરની કોરોના રસીને કારણે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધોનો સમાવેશ થાય છે. નોર્વેમાં નવા વર્ષના પ્રારંભના ૪ દિવસ પહેલાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. અત્યાર સુધીમાં ૩૩,૦૦૦ કરતાં વધુ નોર્વેજિયનને કોરોનાની રસી આપવામાં આવી છે.
નોર્વેજિયન મેડિસિન્સ એજન્સી સ્ટેઇનર મેડસેને નેશનલ બ્રોડકાસ્ટર એનઆરકેને જણાવ્યું હતું કે, અમે શરૂઆતથી જ જાહેરાત કરી હતી કે ફાઇઝરની કોરોના રસી લેવાના કારણે વિવિધ પ્રકારની ગંભીરથી માંડીને સામાન્ય આડઅસરો જોવા મળી શકે છે. અત્યારસુધી દેશમાં ૨૯ પ્રકારની આડઅસરો જોવા મળી છે અને તેના કારણે ચેતવણીજનક મોતના અહેવાલ પણ પ્રાપ્ત થયાં છે. ૯ પ્રકારની ગંભીર અને ૭ પ્રકારની સામાન્ય આડઅસરના કારણે અત્યાર સુધીમાં દેશમાં ૧૩ વ્યક્તિનાં મોત નોંધાયાં છે. આમ તો કોરોનાની રસી લીધા પછી ૨૩ વ્યક્તિનાં મોત થયાં છે પરંતુ તેમાંથી ૧૩નાં મોત રસીની આડઅસરના કારણે થયાં હોવાનું પુરવાર થયું છે.
વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવનારા માટે કોરોનાની રસી અત્યંત ભયજનક
નોર્વેએ જણાવ્યું છે કે વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકો માટે કોરોનાની રસી અત્યંત ભયજનક સાબિત થઈ શકે છે. ગંભીર બીમારીઓથી પીડાતા લોકોમાં કોરોના રસીની હળવી આડઅસર પણ ઘાતક પુરવાર થઈ શકે છે. જેમના જીવવાની આશા ઘણી ઓછી છે તેવા લોકોમાં કોરોનાની રસીના લાભ ઘણા ઓછા છે.
ભારત પાડોશી દેશોને કોરોના રસીના બે કરોડ ડોઝ આપશે
ભારત તેના પાડોશી દેશોને કોરોના રસીના બે કરોડ ડોઝ આપશે. આ માટે ભારત સરકારની કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેક પાસેથી રસીની ખરીદી કરશે અને તે નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સેશેલ્સ અને મોરેશિયસને ઉપલબ્ધ કરાવશે. નેપાળની સરકારે ભારત પાસેથી સીરમ ઇન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ વેક્સિન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકારે જણાવ્યું છે કે અન્ય દેશોને કોરોના વાઇરસની રસી પહોંચાડવામાં થોડો સમય લાગી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here