Home Crime અંકલેશ્વર ની ફીકોમ ચોકડી પાસે ટ્રક ચાલકે મોટર સાઈકલને અડફેટમાં લેતા મોટર સાયકલ...

અંકલેશ્વર ની ફીકોમ ચોકડી પાસે ટ્રક ચાલકે મોટર સાઈકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું મોત

24
0

બાઈક પર સવાર એક   વ્યક્તિ ને સામાન્ય ઈજાઓ પહોંચી.
અંકલેશ્વર જીઆઇડીસી માં ફીકોમ ચોકડી પાસે અજાણ્યા ટ્રક ચાલકે મોટર સાયકલ ને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલક નું ગંભીર ઈજાઓ ના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે મોટર સાયકલ પર સવાર અન્ય એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો 
પ્રાપ્ત માહિતી મુજબ  મુળ દાહોદ જીલ્લા ના અને હાલ અંકલેશ્વર જીઆઇડીસી માં ગોલ્ડન પોઇન્ટ પાસે રહેતા મોતી બીલવાળ પોતાની મોટર સાયકલ પર અન્ય શખ્સ સાથે અંકલેશ્વર જીઆઇડીસી માં ફીકોમ ચોકડી પાસે થી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન પુરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રક ના ચાલકે મોટર સાયકલ ને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જો કે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક લઇ ફરાર થઇ ગયો હતો આ અકસ્માત માં ૩૬ વર્ષીય મોતી બીલવાળ ને ગંભીર ઈજાઓ પહૉચતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જયારે મોટર સાયકલ પર સવાર અન્ય એક શખ્સ ને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત ની જાણ જીઆઇડીસી પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવી મોતી બીલવાળ ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર નેશનલ હાઇવે પર ગેરકાયદેસર બાયો ડીઝલ ના વેચાણ પર સીઆઇડી ક્રાઇમ ના દરોડા
Next articleવાગરા ની વેલસ્પન કંપનીના કામદારો બાળકો અને પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચિમકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here