વાલિયા રાજપૂત યુવા સંઘના માજી પ્રમુખ ડો.અજીતસિંહ વસીનું સુરતની ખાનગી હોસ્પીટલ ખાતે નિધન થતાં રાજપૂત સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
વાલિયાના આગેવાન અને રાજપૂત સમાજના મોભી અને વાલિયા રાજપૂત યુવા સંઘના માજી પ્રમુખ ડો.અજીતસિંહ વસી કોરોના સંક્રમિત થતાં હતા તેઓ હોમ કોરોંટાઇન થયા હતા જે બાદ ગત તા. ૧૫ મી એપ્રિલના રોજ તેઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે પ્રથમ અંકલેશ્વર અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન નિધન થયું હતું તેઓનું નિધન થતાં પરિવારજનો એ અને વાલિયા તાલુકામાં અને રાજપૂત સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.