માળીયા હાટીના હાલ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે માળીયા શહેર અને તાલુકાના ગામડાઓમાં અનેક કોવિડ પોઝિટિવ લોકો છે અને અનેક લોકોએ કોરોનટાઇન થવામાં મુસબીતો હોય ત્યારે આજે અત્રેના આંબેડકર યુવક મંડળ સંચાલિત આંબેડકર વિધાર્થી ભુવન ખાતે માત્ર થોડી કલાકોમાં જ 50 લોકોની ક્ષમતા વાળા કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાની આગેવાનો દ્વારા તૈયારી હાથ ધરી માત્ર 24 કલાકમાં જ તાલુકા હેલ્થ ઓફીસ ના સહયોગ થી આજે સંસદ રાજેશ ચુડાસમા સહિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી કોવિડ કેર સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં કોવિડ પોઝિટીવ આવેલ દર્દીઓને બે ટાઈમ પૌષ્ટિક આહાર ચા નાસ્તો તેમજ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ રૂટિન મેડિકલ ચેકઅપ સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
આ ઉદઘાટન પ્રસંગે લક્ષ્મણ ભાઈ યાદવ દિલીપ સિહ સિસોદિયા જીતુ ભાઈ સિસોદિયા ચંદુ ભાઇ મકવાણા ગોહિલ સાહેબ જીવા ભાઈ સિસોદિયા રાજેશ ભાઈ ભલો દિયા મહેન્દ્ર ભાઈ ગાંધી સંસ્થાના
ગૃહ પતિ હેમરાજ ભાઈ ચુડાસમા ઠાકરસી ભાઈ ઠાકરસી ભાઈ જવિયાં સહિત આગેવાનો અને આરોગ્ય ખાતાના કર્મચારી ઓ હજાર હતા.
સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહિત ના આગેવાનો એ આ કોવીડ.સેન્ટર નો લાભ લેવા જણાવેલ હતું.
રિપોર્ટર મહેશ કાનાબાર