આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત શ્રી પી.એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બીઝનેશ એડમીનીસ્ટ્રેશનના બીબીએ (આઈટીએમ)ના પાંચમા સેમેસ્ટરના 4 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ટોન-10માં ગૌરવશાળી સ્થાન મેળવ્યું છે. કોરોનાના મુશ્કેલ સમયમાં લેવાયેલ સરદાર પટેલ યુનિવર્સિટીની સેમેસ્ટર પરિક્ષાનું પરિણામ જાહેર થવા સાથે સૌથી વધુ ગુણ મેળવનાર યુનિવર્સિટી ટોપ-10 સ્ટુડન્ટ્સની યાદી જાહેર થઈ છે. જેમાં શ્રી પી.એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બીઝનેશ એડમીનીસ્ટ્રેશન કોલેજના 4 વિદ્યાર્થીઓએ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. તે મુજબ હેતલબેન મહેશભાઈ ચાવડા 8.00 જીપીએ સાથે છઠ્ઠા ક્રમે, વિપુલકુમાર કાનજીભાઈ રાઠોડ 7.88 જીપીએ સાથે સાતમો ક્રમ, કૃષ્ણકુમાર ચંદુભાઈ પાન્ડા 7.75 જીપીએ સાથે આઠમો ક્રમ અને વિશ્ચજીત વિક્રમસિંહ રાઠોડએ 7.50 જીપીએ સાથે દસમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્થા અને કોલેજનુું ગૌરવ વધાર્યું છે. આ સફળતા માટે સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલ, સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ ઈશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેન, આચાર્ય ડૉ. ભાનુભાઈ પરમારએ અભિનંદન પાઠવ્યા હતા.
Home Kheda (Anand) શ્રી પી.એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બીઝનેશ એડમીનીસ્ટ્રેશન (બીબીએ)ના 4 સ્ટૂડન્ટસ યુનિવર્સિટી ટોન-10માં...