Home Kheda (Anand) શ્રી પી.એમ. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીના બીસીએના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી...

શ્રી પી.એમ. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીના બીસીએના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ટોન ૧૦માં ઝળક્યા

49
0

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત શ્રી પી.એમ. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીના પાંચમા સેમેસ્ટરના બીસીએના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ટોન 10માં ગૌરવશાળી સ્થાન મેળવ્યું છે. કોરોનાના કપરા કાળમાં લેવાયેલ સરદાર પટેલ યુનિવર્સિટીની સેમેસ્ટર પરિક્ષાનું પરિણામ જાહેર થતા યુનિવર્સિટીનું બીસીએ સેમેસ્ટર પાંચનું ઓવરઓલ પરિણામ 89.06% આવ્યું છે, જેમાં શ્રી પી.એમ. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનું 89.13% જેટલુ ઉંચુ પરિણામ આવ્યું છે. આ સાથે કોલેજના બે વિદ્યાર્થીઓએ ટોપ 10માં પણ સ્થાન મેળવ્યું છે. તે મુજબ ધ્રુવ પરેશકુમાર પંચાલ અને કરણ હિતેન્દ્રકુમાર પટેલ એ 9.08 જીપીએ સાથે સાતમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા માટે સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલ, સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ ઈશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેન, કા. આચાર્ય ડૉ. અમિષાબેન દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here