Home Crime ટ્રેકટર,રીક્ષા,મોટર સાયકલ જેવા વાહનનોની ચોરી કરતા ૦૫ ચોર ને પકડી ચોરીના ...

ટ્રેકટર,રીક્ષા,મોટર સાયકલ જેવા વાહનનોની ચોરી કરતા ૦૫ ચોર ને પકડી ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી ચોરીમાં ગયેલ મુદામાલ કી.રુ. 9,40,000 / રીકવર કરતી પાટણ પોલીસ.

15
0

શ્રી જે.આર.મોથલીયા સાહેબ,પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ,ભુજ તથા શ્રી અક્ષયરાજ સાહેબ ,પોલીસ અધિક્ષક શ્રી,પાટણનાઓએ મિલ્કત સંબધી વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓ શોધવા આવી પ્રવુતિ આચરતા ઇસમો ઉપર ટેકનીકલ સર્વેલન્સ ,હયુમન ઇન્ટેલીજન્સની મદદથી વોચ રાખી તેમજ અસરકારક વાહન ચેકીંગ કરી, ગુનાઓ શોધી ચોરીમાંગયેલ મુદામાલ રીકવર કરવા સુચના આપેલી જે અનુસંધાને શ્રી એચ.કે. વાઘેલા,સાહેબ ના.પો.અધિ. સા.શ્રી, રાધનપુર ડિવિઝીન ઓએ વિશેષ માર્ગદર્શન આપેલ, છેલ્લા કેટલાક સમયથી રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેકટર,રીક્ષા તથા મોટર સાયકલ ચોરીના ગુનાઓ વણશોધાયેલા હોય, રાધનપુર પોલીસ દવારા અસરકારક વાહન ચેકિંગ કરી ,વાહન ચેકીંગ દરમ્યાન ચોરીના વાહન સાથે ૦૫ ઇમસોને પકડી તેમની ટેકનીકલ સર્વેલન્સ તેમજ યુકિત પ્રયુતિથી પુછપરછ કરતાં વાહન ચોરીના નીચે મુજબના ગુનાઓની કબુલાત કરેલ છે તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરેલ છે.


પકડાયેલ આરોપીઓઃ-
(૧) રબારી માદેવભાઇ દેવાભાઇ રહે- ઉન તા.કાંકરેજ જી.બી.કે.
(ર) ઠાકોર અશોકભાઇ જયંતીભાઇ રહે- ધરવડી તા.રાધનપુર જી.પાટણ
(૩) રબારી અમરતભાઇ દાનાભાઇ રહે- ઉન તા.કાંકરેજ જી.બી.કે. (ચોરીનો મુદામાલ લેનાર)
(૪) ઠાકોર બલાસંગભાઇ કાનાજી રહે- ભાડીયા તા.રાધનપુર જી.પાટણ.
(પ) ઠાકોર મહેશભાઇ ઉર્ફે ટયડો મેલાભાઇ રહે- નજુપુરા તા.રાધનપુર જી.પાટણ.
પકડવાના બાકી આરોપીઓઃ-
(૧) રબારી પ્રભાતભાઇ રઘુભાઇ રહે- સુબાપુરા તા.શંખેશ્વર જી.પાટણ (ચોરીનો મુદામાલ લેનાર)
આરોપીઓ પાસેથી નીચે મુજબનો ચોરીનો મુદામાલ રીકવર કરવામાં આવેલ છેઃ-
(૧) સ્વરાજ કંપનીનું ટ્રેકટર આર.ટી.ઓ. નં. જી.જે.૧૩.બી.૨૪૭૫ કી.રુ.ર,૦૦,૦૦૦/
(ર) આઇસર કંપનીનું ટ્રેકટર આર.ટી.ઓ. નં. જી.જે. ૨૪.કે.૫૧૯૦ કી.રુ. ૨,૫૦,૦૦૦/
(૩) ટ્રેકટરની ટોલી કી.રુ. ૫૦,૦૦૦/
(૪) બજાજ કંપનીની રીક્ષા આર.ટી.ઓ. નં. જી.જે.૦૨. વાય.વાય. ૮૪૫૭ કી.રુ. ૧,૭૦,૦૦૦/
(પ) બજાજ કંપનીની રીક્ષા આર.ટી.ઓ. નં. જી.જે. ૩૮.ડબલ્યુ.૦૫૦૪ કી.રુ. ૧,૦૦,૦૦૦/
(૬) બજાજ કંપનીની રીક્ષા આર.ટી.ઓ. નં. જી.જે. ૦૧.ટી.ડી. ૧૧૬૫ કી.રુ. ૫૦,૦૦૦/
(૭) સ્પેન્ડર મોટર સાયકલ આર.ટી.ઓ. નં. જી.જે.૨૪.એ.ડી.૭૫૩૪ કી.રુ. ૩૦,૦૦૦/
(૮) પલ્સર મોટર સાયકલ આર.ટી.ઓ. નં. જી.જે.૦૮.બી.એમ.૪૫૭૬ કી.રુ. ૭૦,૦૦૦/
(૯) ઓ.પો.કંપનીનો મોબાઇલ નંગ-ર કી.રુ. ૧૭,૦૦૦/
(૧૦)નોકીયા કંપનીનો મોબાઇલ – કી.રુ. ૧,૦૦૦/
(૧૧) રીક્ષાના ટાયર નંગ-ર કી.રુ. ૨,૦૦૦/
આમ,ચોરીમાં ગયેલ ટ્રેકટર-૦૨, ટ્રેકટર ટોલી -૦૧, રીક્ષા -૦૩,મોબાઇલ -૦૩,મળી કુલ કી.રુ.૯,૪૦,૦૦૦/ નો મુદામાલ રીકવર કરેલ છે.

આરોપીઓએ કબુલાત કરેલ ગુનાઓઃ-
(૧) રાધનપુર પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૭૨૧૧૦૮૦ ઇ.પી.કો.ક. ૩૭૯
(ર) રાધનપુર પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૭૨૧૧૦૬૩ ઇ.પી.કો.ક. ૩૭૯
(૩) રાધનપુર પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૭૨૧૦૮૨૪ ઇ.પી.કો.ક. ૩૭૯
(૪) મહેસાણા તાલુકા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૬૦૪૩૨૧૦૬૩૩ ઇ.પી.કો.ક. ૩૭૯
(પ) વિરમગામ ટાઉન પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૧૨૧૦૩૩૫ ઇ.પી.કો.ક. ૩૭૯
(૬) આરોપી મહેશભાઇ ઠાકોર ભાભર શહેરમાંથી પલ્સર મોટર સાયકલ નં.જી.જે.૦૮.બી.એમ.૪૫૭૬ ગઇ તા.૦૪/૦૭/૨૦૨૧ ના રોજ ચોરેલ.
(૭) આરોપી મહેશભાઇ ઠાકોરે આજથી બે મહીના પહેલા બાવળા ઠાકોરવાસમાંથી બજાજ કંપનીની સી.એન.જી. રીક્ષા નં. જી.જે.૩૮.ડબલ્યુ.૦૫૦૪ ની ચોરી કરેલ
(૮) આરોપી મહેશભાઇ ઠાકોરે અઠવાડીયા પહેલા ભાભર શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી ઓ.પો. કંપનીના બે એન્ડ્રોઇડ મોબાઇલ તથા એક નોકીયા કંપનીનો મોબાઇલની ચોરી કરેલ છે.
(૯) આરોપી મહેશભાઇ ઠાકોર થરા શહેરમાંથી હોટલ આગળથી એન્ડ્રોઇડ મોબાઇલની ચોરી કરેલ હતી.
(૧૦) આરોપી મહેશભાઇ ઠાકોરે ૧૫ દિવસ પહેલા રાધનપુર પો.સ્ટે.ના સરદારપુરા ગામે થી સી.એન.જી. રીક્ષાની ચોરી કરી પાછળના બે ટાયર કાઢી લઇ થરા શહેરમાં રીક્ષા બિનવારસી મુકી દીધેલ.
આરોપીઓનો ગુનાહીત ભુતકાળઃ-
(૧) રબારી મહાદેવભાઇ દેવાભાઇ ,રહે- ઉણ તા.કાંકરેજ જી. બનાસકાંઠાવાળો રાધનપુર પો.સ્ટે.માં હની ટ્રેપનો ગુનો દાખલ થયેલ છે.
(ર) ઠાકોર મહેશભાઇ ઉર્ફે ટયડો મેલાભાઇ રહે- નજુપુરા તા.રાધનપુર જી.પાટણવાળો રાધનપુર પો.સ્ટે. ઘરફોડ ચોરીમાં તથા શંખેશ્વર પો.સ્ટે.માં વાહન ચોરીમાં પકડાયેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
(૧) શ્રી આર.કે.પટેલ,ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, રાધનપુર પો.સ્ટે.
(ર) પો.સ.ઇ.શ્રી આર.આર.ઝરુ, રાધનપુર પો.સ્ટે.
(૩) વુ.એ.એસ.આઇ. ભાવનાબેન કુબેરભાઇ, રાધનપુરપો.સ્ટે.
(૪) અ.હેઙકોન્સ.સુરેશભાઇ ઇશ્વરભાઇ, રાધનપુર પો.સ્ટે.
(પ) આ.હેઙકોન્સ. જલાભાઇ ખોડાભાઇ, રાધનપુરપો.સ્ટે.
(૬) આ.હેઙકોન્સ.કાળુભાઇ મફાભાઇ,રાધનપુર પો.સ્ટે.
(૭) અ.પો.કોન્સ વિપુલભાઇ ભગવાનભાઇ,રાધનપુર પો.સ્ટે
(૮) અ.પો.કોન્સ.જયેશકુમાર પબજીભાઇ, રાધનપુર પો.સ્ટે
(૯) અ.લો.ર.અજમલભાઇ સામાભાઇ , રાધનપુર પો.સ્ટે
(૧૦) અ.લો.ર. ઘર્મેન્દ્રભાઇ ખોડાભાઇ, રાધનપુર પો.સ્ટે
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleવિશ્વ હિન્દુ પરિષદ, ભરૂચ દ્વારા પવિત્ર તુલસીના રોપાઓનું કુંડા સાથે વિતરણ કરાયું
Next articleઉમરેઠ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક સફળ રહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here