Home Mumbai મુંબઈઃ વર્સોવાના LPG ગોડાઉનમાં લાગી આગ, અનેક સિલિન્ડરમાં બ્લાસ્ટ, 4 ઘાયલ

મુંબઈઃ વર્સોવાના LPG ગોડાઉનમાં લાગી આગ, અનેક સિલિન્ડરમાં બ્લાસ્ટ, 4 ઘાયલ

27
0

મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. યારી રોડ પર આવેલા સિલિન્ડરના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળવાના કારણે અનેક સિલિન્ડર બ્લાસ્ટ થઈ ચુક્યા છે. આ દુર્ઘટનામાં 4 લોકોને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 16 ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
અગ્નિશામક દળના અહેવાલ પ્રમાણે ગોડાઉનમાં લેવલ-2ની આગ લાગી છે અને હોનારતના વીડિયોમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાના અવાજો સાંભળી શકાય છે. બુધવારે સવારે 10:10 કલાકે ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડર) રાખવાના ગોડાઉનમાં આગ લાગી હતી જેથી આસપાસના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા હતા.
આ ગોડાઉન રેસિડેન્સિયલ વિસ્તારમાં આવેલું હોવાથી આસપાસના રહીશોમાં ભારે ડર વ્યાપ્યો હતો. આ ઉપરાંત ગોડાઉનની બાજુમાં જ એક શાળા અને હોસ્પિટલ આવેલા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે. અગાઉ માનખુર્દ વિસ્તારમાં લાગેલી લેવલ-3ની આગને કાબુમાં લેવા આશરે 20 કલાક જેટલો સમય લાગ્યો હતો. માનખુર્દ ખાતે આગને કાબુમાં લેતી વખતે ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થઈ ગયો હતો.


Previous article500થી વધારે ટ્વીટર એકાઉન્ટ કર્યાં બંધ, વિવાદિત હેશટેગ હટાવાયા: ટ્વીટર
Next articleઅમદાવાદમાં નરોડા પાટિયાકાંડના આરોપીના પત્ની BJPની મહિલા ઉમેદવાર બનતાં વિવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here