Home Gujarat મારા પ્યારા વડોદરાવાસિયો.. હાલ આપણું વડોદરા ઇટલી ના માર્ગે જઈ રહ્યું છે.

મારા પ્યારા વડોદરાવાસિયો.. હાલ આપણું વડોદરા ઇટલી ના માર્ગે જઈ રહ્યું છે.

16
0

મારા પ્યારા વડોદરાવાસિયો..
હાલ આપણું વડોદરા ઇટલી ના માર્ગે જઈ રહ્યું છે. એને બચાવવું એ હવે માત્ર અને માત્ર આપણા હાથમાં છે, સરકારે તો તો તેની ફરજ બજાવી લીધી. પણ આપણે તેને ગંભીરતા થી લીધી નહિ… પણ હવે વારો આપણો છે. હાલ માં માત્ર સરકારી આંકડા પ્રમાણે ૬૦-૬૫ આજુબાજુ કોરોના કેસ આવી રહ્યા છે (રીઅલમાં વધારે પણ હોય) ત્યાજ આપણા વડોદરાની હોસ્પિટલો માં રૂપિયા ખર્ચતા પણ દાખલ થવું મુશ્કેલ બની રહ્યું છે, અને જગ્યા પણ નથી…!!
*કોરોના એટલે (કો=કોઈ, રો=રોવા વાળું, ના=ના રહે) કોઈ રોવા વાળું ના રહે* એવી પોજીશન આપણે કરી બેઠા છીએ. જ્યારથી અનલોક થયું છે ત્યારથી આ માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ, હજુ પણ સમય છે, વડોદરા ની જીવાદોરી ઉદ્યોગો છે, આમેય ઉદ્યોગ બંધ જેવી હાલતમાં છે ..
તો આવા સંજોગો માં સરકારે ભલે બધી છૂટ આપી દીધી હોય પણ આપણે *સ્વયંભુ હોમ કોરેનટાઈન* થઈ જવું જોઈએ કારણ કે બે પાંચ સોસાયટી કે એરિયા કોરેનટાઈન થવાથી કઈ નહિ વળે એની એજ દશા રહેશે, વડોદરા નો એકેએક રહેવાસી એક થઈ ને પ્રતિજ્ઞા લે કે મારે આપણા વડોદરા ને અને મારા કુટુંબ ને બચાવવાનું છે.* આપણે જીવિત હોઈશું તો ફરી બેઠા થતા વાર નહી લાગે પણ હવે પોઝિટિવ ને કોરનટાઈન કરવા કરતાં નેગેટિવ ને કોરનટાઈન કરવાની જરૂર ઉભી થઇ ગઇ છે…
તો *જડબેસલાક ૧૪ દીવસ સ્વયંભુ હોમ કોરેનટાઈન થઈ જવું..* જીવન મરણ નો પ્રશ્ન હોય તોજ બહાર નીકળવું. અને આ છેલો પ્રયાસ દરેકે *મરણીયા થઈ ને કરવો પડશે.* તોજ આપણે, આપણું કુટુંબ, અને આપણા વડોદરાનું અસ્તીસ્ત્વ આપણે બચાવી શકીશું, જ્યારથી આપણને આ મેસેજ વાચવા મળે એના બીજા દિવસ થી ૧૪ દિવસ *જડબેસલાક (ચકલું પણ ન ફરકે તેવું) સ્વયંભુ હોમ કોરેનટાઈન પછી ભલે ગમે તે થાય,* આ આપણા વડોદરાના દરેકે દરેક જણે કરવું પડશે. અને આ *કેસરિયા કરીશું તોજ બચી શકીશું…*
*નહિતર પછી કોરોના = કોઈ રોવા વાળું ના જેવો સમય આવતા હવે વાર નથી.*
હજુ બાઝી આપણા હાથમાં છે. જાઞયા ત્યારથી સવાર અને બતાવી દો વડોદરાના ખમીરને અમે વડોદરાવાસીઓ એક છીએ વડોદરા ને બદસુરત નહિ થવા દઈએ… *ફેલાવી દો આખા વડોદરા માં*
પરમ કૃપાળુ પરમાત્મા આ મહામારી સામે લડવાની અમોને શક્તિ આપે આ અમોને કોઈના કેહેવાથી નહી પણ અમારા અસ્તિત્વ માટે નો પ્રયાસ કરીએ છીએ, તારી અમી દ્રષ્ટિ અમારા પર રાખજે પ્રભુ..
જો આપ સહમત હો તો તમારા દરેક મિત્ર વર્તુળ ને પણ જાણ કરો *આ અસ્તિત્વ નો સવાલ છે.*
અભાર….


Previous articleભારતમાં કોરોનાને લઈને કરવામાં આવી થથરાવી મુકે તેવી આગાહી, મચશે હાહાકાર
Next article2020ના વર્ષમાં બોલિવૂડને વધુ એક મોટી ખોટ, ‘શોલે’ના આ મશહૂર અભિનેતાનું થયું મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here