Home Kheda (Anand) નડીયાદ:તલાટિ કમ મંત્રી અને સરપંચ ના પતિ 10 હજાર ની લાંચ લેતા...

નડીયાદ:તલાટિ કમ મંત્રી અને સરપંચ ના પતિ 10 હજાર ની લાંચ લેતા એ.સી.બી ના હાથે ઝડપાયા

31
0

ખેડા જિલ્લા ના મેહમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામ ના તલાટિ કમ મંત્રી અને સરપંચ ના પતિ 10 હજાર ની લાંચ લેતા એ.સી.બી ધ્વારા રંગે હાથે ઝડપી પાડ્યા છે.
રોહિસ્સા ગ્રામ પંચાયત કચેરીના તલાટિ કમ મંત્રી વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ ચતુરભાઈ ચૌહાણ અને મહિલા સરપંચ ના પતિ રમેશભાઈ બાબરભાઈ પરમાર ને રૂપિયા 10 હજાર ની લાંચ લેતા ખેડા એ.સી.બી ના હાથે ઝડપાયા

આ કામના ફરીયાદીશ્રીની મોજે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહીસ્સા ગામ ખાતે બ્લોક સર્વે નં-૧૭૨, ૧૭૩ વાળી જમીન તેઓના પરિવારના કુલ – ૦૪ સભ્યોના નામે આવેલ છે. જેમાંથી ફરીયાદીશ્રીના ભાઇ સને–૨૦૧૬માં મરણ ગયેલ હોય તેઓનું નામ ગામ નમુના નંબર ૭/૧૨ તથા જમીનની ખાતાવહી ૮-અ માંથી કમી કરાવવાનું હોય જે માટે પેઢીનામું કરવાનુ હોય મામલતદાર કચેરી મહેમદાવાદ ખાતે પેઢીનામા બાબતે જરૂરી એફીડેવીટ તથા ડીકલરેશન તૈયાર કરી આરોપી નં – (૧) ને જે તે વખતે આપેલ તેમ છતાં પેઢીનામાની કોઇ કાર્યવાહી ન કરી ફરીયાદીશ્રીને વારંવાર ધક્કા ખવડાવેલ અને આરોપી નં – (૨) ને મળી લેવાનું જણાવેલ જેથી ફરીયાદીશ્રી આરોપી નં- (૨) ને મળતાં રૂ. ૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકી બન્ને આરોપીએ ફરીયાદીશ્રી પાસેથી લાંચ પેટે રૂ. ૧૦,૦૦૦/- અગાઉ લઇ લીધેલ. બાકીના રૂ.૨૦,૦૦૦/- બાબતે બન્ને આરોપીએ અવાર નવાર ઉઘરાણી કરતા ફરીયાદીશ્રીએ વિનંતી તથા રકજક કરતાં રૂ.૧૦,૦૦૦/- લાંચ પેટે આપી જવાનું જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજરોજ લાંચનું છટકુ ગોઠવતાં આરોપી નં- (૧) નાએ ફરીયાદીશ્રીને લાંચની રકમ આરોપી નં – (૨) ને આપી દેવાનું ટેલિફોનિક જણાવતાં ફરીયાદીશ્રીએ લાંચની રકમ આરોપી નં – (૨) ને આપતા પંચ રૂબરૂ લાંચની રકમ સ્વિકારી પકડાઇ જઇ તથા આરોપી નં – (૧) નાઓએ પંચ રૂબરૂ લાંચની રકમ બાબતે ટેલિફોનિક સંમતિ આપી તપાસ દરમ્યાન પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે ખેડા એ.સી.બી ધ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી ચ્હે.


Previous articleજે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગર દ્વારા ત્રિદિવસીય સ્પીચ ક્રાફ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું
Next articleસાપુતારા નવાગામને અડીને કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલ સિંચાઈ વિભાગનાં તળાવમાં સંગ્રહ કરાયેલ પાણીને છોડી દેવાતા અનેક તર્ક વિતર્ક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here