Home Kheda (Anand) નડિયાદ : VHPની ધંધૂકાના યુવાનની હત્યાના મામલે કડક કાર્યવાહી કરવા માંગ

નડિયાદ : VHPની ધંધૂકાના યુવાનની હત્યાના મામલે કડક કાર્યવાહી કરવા માંગ

78
0

અમદાવાદના ધંધૂકામાં થયેલી યુવાનના હત્યાના પડઘા નડિયાદમાં પણ પડ્યા છે. લઘુમતી સમાજના યુવાનોએ હિન્દુ ભરવાડ સમાજના યુવાનને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ હત્યાના પ્રકરણમાં શામેલ તમામ લોકોને કડક સજા થાય તેમજ ઇસ્લામિક ધર્મ ઝનૂનતા નિયંત્રિત કરવા કાયદો બનાવવાની માંગ સાથે ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે આજે શનિવારે કલેક્ટર કે.એલ.બચાણીને આવેદનપત્ર આપ્યું છે.


મહામહિમ રાજ્યપાલને ઉદ્દેશીને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ધર્મઝનૂની મુસ્લિમો દ્વારા યુવાન કિશન ભરવાડ નામના વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. જેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો વળી ધંધુકામાં હિન્દુ સંગઠનોએ સજ્જડ બંધ પાડી ઘટનાનો વિરોધ કર્યો હતો.


તપાસ દરમિયાન આ ઘટનામાં બે મોલવીઓની પણ સંડોવણી બહાર આવી હતી. સમગ્ર રાજ્યમાં હિન્દુ સંગઠનો મૃતક યુવાનના પડખે આવ્યા છે. ત્યારે ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે પણ આ યુવાનની હત્યા કરનારાઓને ઝડપી કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ આવી ઘટનાઓ અટકે તે હેતુસર ઈસ્લામિક ધર્મ ઝનૂનતા નિયંત્રિત કરવા વિશેષ કાયદો બનાવવા માંગ કરી છે. જેમાં આજે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદની સાથે સાથે અન્ય લોકો પણ જોડાઈ સીધા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here