Home Kheda (Anand) નડિયાદ :નોંધરાના આધાર યોજના અન્વયે ભિક્ષુકોને ઘઉં-ચોખાની કિટ જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા એનાયત...

નડિયાદ :નોંધરાના આધાર યોજના અન્વયે ભિક્ષુકોને ઘઉં-ચોખાની કિટ જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા એનાયત કરાઈ

53
0

રાજ્ય સરકાર ધ્વારા શહેરોમાં ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ ચલાવતા ભિક્ષુકો માટે “ નોંધારાનો આધાર “ યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજના અન્વયે નડિયાદ શહેરના ભિક્ષુકોને ૧૦ કિલો ઘંઉ અને ૫ કિલો ચોખાની કિટ નું વિતરણ નડિયાદ સીટી મામલતદાર શ્રી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નડિયાદ સીટી મામલતદારશ્રી એ જણાવ્યું હતું કે, આ યોજના અન્વયે ભિક્ષુકોને અનાજ આપવામાં આવે છે. તેમજ તેઓના રહેઠાણ માટે સેલ્ટર હોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જગ્યાએ ભિક્ષુકોને રહેવાની વ્યવસ્થાની સાથે સાથે તેઓને નિત્યક્રમ જેવા કે ટુથબ્રશ-પેસ્ટ, ન્હાવા માટે સાબુ જેવી પ્રાથમીક જરૂરીયાતની કીટ પણ આપવામાં આવે છે.



આ ઉપરાંત તેઓની શરીર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે માથાના વાળનું કટીંગ તેમજ દાઢી કરાવવાની વ્યવસ્થા પણ નિ:શુલ્ક રાજય સરકાર ધ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મહત્તમ ઉપયોગ કરવા ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા ભિક્ષુકોને અનુરોધ કરવામાં આવ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરા કાળમાં તેઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે રસીકરણનો લાભ પણ આપવામાં આવ્યો છે.આ પ્રસંગે નાયબ મામલતદારશ્રી પઠાણભાઈ, શ્રી સંદિપભાઈ, શ્રી ભાવેશભાઈ, ડો. શ્રી રોનક પંડયા સાથે આરોગ્ય વિભાગનો સ્ટાફ, નિરાંત સેવાશ્રમના શ્રી બિપીનભાઈ વકીલ તેમજ મોટી સંખ્યામાં ભિક્ષુકો ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here