Home Kheda (Anand) નડિયાદની મધર કેર સ્કૂલનો નવતર અભિગમ:ઘર શાળા પ્રોજેકટ શરૂ કર્યો

નડિયાદની મધર કેર સ્કૂલનો નવતર અભિગમ:ઘર શાળા પ્રોજેકટ શરૂ કર્યો

4
0

બાળકો ટેકનોલોજીના અભાવે શિક્ષણથી વંચિત ના રહે તે માટેનો પ્રયાસ
મધર કેર શાળાના શિક્ષકો દ્રારા સરકારી ગાઇડલાઇનનું પાલન કરી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

કોરોનાની મહામારીમાં સરકારી અને ખાનગી શાળામાંથી શિક્ષણ માટે ઓનલાઇન કલાસ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવા સમયે બાળકો ટેકનોલોજીના અભાવે શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટે સરકારના ડિઝિટલ હોમ લર્નિગ વ્યવસ્થામાં મદદરૂપ થઇ શકાય તે માટે નડિયાદની મધરકેર સ્કૂલ દ્વારા એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં શાળાના શિક્ષકો જયાં રહે છે તે વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં જ શિક્ષણ આપીને જે બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે તેઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. એક મહિના ઉપરાંતના સમયથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ પ્રમાણે શિક્ષણ સહિત પુરક મટિરિયલ્સ પણ તદન નિ:શૂલ્ક આપવામાં આવી રહ્યું છે. આ પ્રોજેકટને તેઓએ ઘર શાળા નામ આપ્યું છે.


આ અંગેની વધુ માહિતી આપતા મધર કેર સ્કૂલના ટ્રસ્ટી શ્રી ચિરાગ પાઠક અને પ્રિન્સિપાલ શ્રી હેમલબેન શર્માના માર્ગદર્શન હેઠળ ઇન્દિરા નગર, નીલકંઠ મહાદેવની પાછળ, વૈશાલી રોડ વિસ્તારમાં દરેક શિક્ષકના સહયોગથી સફળપૂર્વક મધરકેર શાળાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો. જેમાં તે સ્થળે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ સહકાર આપ્યો હતો. શિક્ષક, શિક્ષિકા પોતાની આસપાસની સોસાયટી વિસ્તારના બાળકોને પણ વિનામુલ્યે શિક્ષણ આપે તેવા ઉમદા હેતુથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઝૂંબેશનો મુખ્ય હેતુ એ છે કે, જે બાળકોના માતાપિતા કોરોના જેવી કપરી પરિસ્થિતિમા ટ્યુશન પણ ન કરાવી શકે અને પોતે ભણેલા પણ ઓછુ હોય તો તેઓની એક મુંઝવણ હોય છે કે પોતાના બાળક કેવી રીતે ભણી આગળ વધી શકે છે કે તેમનું ભવિષ્ય શું? તો આવા બધાનો વિચાર નડિયાદની મધરકેર સ્કુલના ટ્રસ્ટી શ્રી ચિરાગ પાઠક તેમજ શ્રી બિજલબેન પાઠકને આવતા તેઓએ શિક્ષકોને આ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા છે અને શિક્ષકો દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સરકારની ડિઝિટલ હોમ લર્નિંગ વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે નાનકડો પ્રયાસ છે. તેમજ લોકડાઉનમાં જે બાળકોના ઘરે મોબાઇલ, ટેબલેટ, લેપટોપ જેવા ડીઝીટલ સાધનો નથી તેવા વિદ્યાર્થીઓ માટે મધર કેર શાળાના શિક્ષક સરકારી ગાઇડલાઇનું પાલન કરી વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં ધોરણ પ્રમાણે મુખ્ય વિષયનું જ્ઞાન તથા તેના પૂરક મટીરીયલની વ્યવસ્થા પણ તદન મફત કરવામાં આવી છે.


Previous articleખેડા જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીએ નડીયાદ તાલુકાના પીપલગ,કેરીયાવી અને આખડોલ ગામની ગ્રામ પંચાયતના દફ્તરની તપાસણી કરી
Next articleરાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ની બેઠકમાં કોરોના ની ત્રીજી લહેર બાબતે ચર્ચા કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here