Home South-Gujarat પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ ખાતેથી ૭૧ યુવાનો દ્વારા...

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ ખાતેથી ૭૧ યુવાનો દ્વારા રન ફોર યુનિટી ને અનુલક્ષીને “NAMO THON” યોજાઈ

145
0

દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર ભાઈ મોદી ની ૭૧ મી વર્ષગાંઠ સંદર્ભે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરના પૂતળા ના સાનિધ્યમાંથી આજરોજ “NAMO THON” નું આયોજન ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું. ભરૂચ જીલ્લાની ભરૂચ રનર્સ કલબ તેમજ હરક્યુલસ જીમના ૭૧ યુવાનો એ આ રન ફોર યુનિટીના કાર્યક્રમ હેઠળ ભાગ લીધો. ભરૂચ થી નીકળી આ ૭૧ દોડવીરો કેવડિયા માં આવેલ એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલ ના પ્રતીક વિશ્વના સૌથી ઉંચા એવા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સુધી દોડીને તારીખ ૧૭ મી ના રોજ પહોંચી પ્રધાનમંત્રીના જન્મદિવસ ની ભેટ અર્પણ કરશે.
આ પ્રસંગે ભરૂચ ભાજપા ના જીલ્લા પ્રભારી જનકભાઈ બગદાણા એ યુવાનોને લીલી ઝંડી બતાવી “NAMO THON” ને પ્રસ્થાન કરાવ્યું હતું. મેરેથોન ને પ્રસ્થાન કરાવતા પૂર્વે ભરૂચ જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જીલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડા, જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, નીરલભાઈ પટેલ, જીગ્નેશભાઈ મિસ્ત્રી, મંત્રી નિશાંતભાઈ મોદી, સામાજીક આગેવાન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાબાસાહેબ આંબેડકરના પૂતળાની ફુલહાર વિધી કર્યા બાદ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે યુવાનોને પ્રસ્થાન કરાવ્યું હતું અને સવારે નીકળેલ ૭૧ યુવાનોનું ઝઘડિયા ખાતે ભવ્ય સ્વાગત નું આયોજન થયું હતું ત્યાર બાદ ઉમલ્લા ખાતે મધ્યાન ભોજન લઇ અને નર્મદા જીલ્લાના ધારીખેડા સુગર ખાતે રાત્રી રોકાણ કરશે, અને ત્યાંથી તા. ૧૭ મી ના રોજ વહેલી સવારે નીકળી હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરી અને “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જવા રવાના થશે. જ્યાં તેઓની “રન ફોર યુનિટી” ને અનુલક્ષીને નીકળેલ “NAMO THON” ની પુર્ણાહુતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કર્યાં બાદ થશે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here