Home Rajpipla નર્મદા પોલીસ નિર્ભયા ટીમે કોરોનામાં અનાથ થયેલા કુંવરપુરા ગામના બાળકોને સરકારી સહાય...

નર્મદા પોલીસ નિર્ભયા ટીમે કોરોનામાં અનાથ થયેલા કુંવરપુરા ગામના બાળકોને સરકારી સહાય માટે મદદ કરી

11
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરી ની દેખરેખ હેઠળ પી.એસ.આઇ કે કે પાઠકની કપ્તાનીમાં કાર્યરત નિર્ભયા ટીમ જિલ્લામાં એક નવો પ્રજાલક્ષી અભિયાન શરૂ કર્યો છે,જેમાં વિધવા મહિલાઓ અને વૃદ્ધા લોકોને મળવાપાત્ર સરકારી સહાય માટે ટીમે જહેમત ઉઠાવ્યા બાદ હવે મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત કરોના કાળમાં મૃત્યુ પામેલ બાળકોના મા-બાપ ના બાળકો અનાથ થયા છે તેવા બાળકોને સરકારના મુખ્યમંત્રી યોજના હેઠળ દર મહિને 4,000 રૂપિયા અપાવવા પ્રયત્નશીલ હોય આવો એક કિસ્સો નાંદોદ તાલુકાના કુવરપુરા ગામે નિકળતા આ ગામમાં રહેતા એક ભાઈ બહેનો ના માતા બાદ પિતાનું મૃત્યુ થયું હતું જેમાં નિર્ભયા ટીમે દરમિયાનગીરી કરી ઇન્ચાર્જ પી.એસ.આઇ કે .કે .પાઠક ને આ જાણકારી આપતા પીએસઆઇ પાઠક તાત્કાલિક કૂવારપરા ગામે અનાથ બાળકો ના ઘરે પહોંચી બાળકોને સાથે લઈ જિલ્લા બાળ સુરક્ષા કચેરીમાં જઇ જરૂરી કાર્યવાહી માટે મોકલી એક નિઃસહાય બાળકો ની મદદ કરી હતી.

Previous articleગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીઓ એ દહેજ એસ. ઇ. ઝેડ કોંફરન્સ હોલ ખાતે બેઠક યોજાઇ
Next articleલાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂ હોરોઇજન દ્વારા ત્રિદિવસીય વૃક્ષારોપણ મહોત્સવ ઉજવાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here