Home Kheda (Anand) નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઊજવણી કરાઈ

નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઊજવણી કરાઈ

66
0

ચૂંટણીલક્ષી કામગીરીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કરાયા


જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવેએ શપથ લેવડાયા


જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવેની અધ્યક્ષતામા ” રાષ્ટ્રીય મતદાતા દિવસ ” ની ઊજવણી કરાઈ

મતદાતા દિવસ આધારિત રંગોળી તૈયાર કરનાર બહેન શ્રી ભાવિકાબેન.કે.ઠક્કર ને રૂ.૫૧૦૦/- નો રોકડ પુરસ્કાર અનાયત કરાયા

ભારતીય ચૂંટણીપંચની સ્થાપના તા.રપ મી જાન્યુઆરી ૧૯પ૦ ના રોજ કરવામાં આવેલ હોઈ, ભારત દેશમાં દર વર્ષે રપ મી જાન્યુઆરી ”રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ યુવા મતદારો રાજકીય પ્રકિયામાં ભાગ લે અને મતદારોમાં જાગૃતિ ફેલાય અને ચૂંટણી પ્રક્રિયાથી મતદારો માહિતગાર થાય તે છે. આ વર્ષે પણ અત્રેના ખેડા જિલ્લામાં ૧ર મો રાષ્ટ્રીય મતદાતા દિવસ જિલ્લા કક્ષાએ / તાલુકા કક્ષાએ તેમજ તમામ મતદાન મથકો ખાતે ઉજવવામાં આવેલ છે અને જેની થીમ ”ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ” રાખવામાં આવેલ હતી.આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીશ્રી તરીકે પ્રાંત અધિકારીશ્રી ઠાસરા શ્રીડી.એમ.ચૌહાણ તેમજ શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી તરીકે મામલતદારશ્રી માતર શ્રી પી.સી.ભગતને તેમજ શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદારયાદી તરીકે શ્રી કમલેશભાઈ નાડીયાનું સન્માન કરી, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. દિવ્યાંગ મતદાર, બી.એલ.ઓ. અને કેમ્પસ એમ્બેસેડર, સુપરવાઈઝરોને પણ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. હાજર રહેલ આર્મીમેનો અને NCC ના વિધાર્થીઓ તથા NSS ના કોર્ડિનેટરનું પણ સન્માન કરવામાં આવ્યું.

મહત્વની બાબત એ હતી કે આ કાર્યક્રમની ઉજવણી માટે મુક અને બધિર ભાવિકાબેન કે. ઠકકરએ કલેકટર કચેરી ખાતે અતિ સુંદર રાષ્ટ્રીય મતદાતા દિવસ આધારિત રંગોળી તૈયાર કરેલ હતી. આ દિકરીએ આ રંગોલી બે દિવસની મહેનતથી બનાવેલ હતી. જે પોતે મુક – બધિર વ્યકિત છે. હાલમાં તેઓ મુક બધિર વિદ્યાલય નડીઆદ ખાતે ચિત્ર શિક્ષાકની ફરજ બજાવે છે. તેઓએ આ સંસ્થામાં જ અભ્યાસ કરેલ છે અને ફાઈન આર્ટ્સની ડિગ્રી મેળવેલ છે. તેમજ વિવિધ પ્રકારના ચિત્રને લગતાં એવોર્ડ મેળવેલ છે. આ દિકરીનું પણ કલેકટર સાહેબ ધ્વારા સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. તેમજ તેને જિલ્લા વહીવટીતત્ર તરફથી રૂા.પ૧૦૦/- નું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ.

આ કાર્યક્રમ કલેકટરશ્રીના પણ કાર્યક્રમને અનુરૂપ સંદેશો આપેલ અને જણાવેલ કે હવે, ઈલેકશન કાર્ડ મેળવવા માટે મામલતદાર કચેરી કે કલેકટર કચેરી જવાની જરૂર નથી.
ટેકનોલોજીના આ યુગમાં આપ આપના મોબાઈલમાં જ ઓનલાઈન એપ્લાય (અરજી) કરી શકો છો. જે માટે
(1) VHA – Voter Helpline Application અને
(2) NVSP.in – National Voter Service Portal

આ બંન્ને પ્લેટફોર્મ પર આપ આપની વિગતો ભરી ચૂંટણીકાર્ડ મેળવવા અરજી કરી શકો છો અને લોકશાહીનો અમૂલ્ય અધિકાર મત આપવાના હકદાર બની શકો છો.કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સંજય પ્રસાદજી તેમજ દિલ્હીથી મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સુશીલ ચંદ્રાજી ધ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી ખાતે માન.કલેકટર સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. જેમાં નિવાસી અધિક કલેકટરશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી ઠાસરા, મામલતદરશ્રી નડીઆદ(ગ્રામ્ય) / શહેર અને માતર તેમજ આર્મીમેનો, NCC ના વિધાર્થીઓ, નાયબ પોલિસ અધિક્ષકશ્રી, જિલ્લાના ચૂંટણી વહીવટી તંત્રના કર્મચારીઓ પણ હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here