Kheda (Anand)

એન.સી.સી દ્વારા શાસ્ત્રી મેદાન,વલ્લભ વિદ્યાનગર ખાતે જલિયાવાલા બાગ હત્યાકાંડ માં થયેલ શહીદો ને શ્રદ્ધાંજલી આપવા માટે દોડ નું આયોજન કરવામાં આવ્યું અને સાથે ” પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ” થીમ પર જાગૃતિ કાર્યક્રમ કરાયો.

13 એપ્રિલ નાં રોજ પંજાબ નાં અમૃતસર પાસે જલિયાંવાલા બાગ માં સ્વાતંત્ર્ય સંગ્રામ ને અનુલક્ષીને માનવ મેદની ઊમટી પડી હતી ત્યારે અંગ્રેજ અધિકારી જનરલ ડાયર દ્વારા અંધાધૂંધ ગોળીઓના ફાયર દ્વારા માનવ સંહાર થયો હતો તેમાં શહીદ થયેલા લોકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા નાં પ્રયાસ રૂપે વલ્લભ વિદ્યાનગર ગ્રુપ મુખ્યાલય વતી ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ નાં કમાંન્ડ અધિકારી શ્રી કર્નલ રીષિ ખોસલા નાં માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી મેદાન ખાતે દોડ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ગ્રુપ મુખ્યાલય અંતર્ગત વિવિધ બટાલિયન જેમ કે ૧૩ ગુજરાત બટાલિયન નાં ૨૦ કેડેટ તેમજ ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી.સી.આણંદનાં ૧૬ ગર્લ્સ મળીને ૩૬ બોયઝ કેડેટો અને ૦૭ મિલેટરી સ્ટાફએ આગળ પડીને ભાગ લીધો.આ દોડ સાથે “પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ” આધારિત થીમ પર જાગૃતિ કાર્યક્રમ માં ભાગ લેવા કેડેટ ને ઑફિસર અને સ્ટાફ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમ માં ધ્વજા ફરકાવીને શ્રી બી.એન.પટેલ પેરા મેડીકલ સાયન્સ કોલેજ, આણંદ ના પ્રિન્સિપાલ શ્રીમતિ બબીતા ત્યાગી એ દોડવીરો ને પ્રોત્સાહિત કર્યા.ડૉ. બબીતા સૈયદે પ્રસંગ ને અનુરૂપ શહીદોને યાદ કરી વક્તવ્ય આપી કેડેટ તથા જાહેર જનતા ને તેમની કુરબાની અંગે જાગૃત કર્યા. તેમજ કેડેટ એ રસીકરણ અંગેની માહિતી આપી જાહેર જનતાને ” કોરોના ની રસી લેવાથી કોઈ આડ અસર નથી અને શરીર ની ઇમ્યુનસિસ્ટમને વધારે છે” એવી માહિતી આપી ને રસી લેવા અનુરોધ કર્યો.આ સમગ્ર કાર્યક્રમ એડમ ઓફિસર મેજર કવિતા રામદેવપુત્રા નાં માર્ગદર્શન થી લેફટ.સવિતા યાદવ એ કોવિદ્-૧૯ ના નિયમાધીન સામાજિક દૂરી, માસ્ક અને સેનેટાઈઝર નાં ઉપયોગ સાથે સફળતા થી પૂર્ણ કર્યો.

Leave a Reply

Your email address will not be published.