Home India નેપાળ ભારતીય સરહદ પાસે આ શું કરી રહી છે? ચોંકાવનારી માહિતી આવી...

નેપાળ ભારતીય સરહદ પાસે આ શું કરી રહી છે? ચોંકાવનારી માહિતી આવી સામે

42
0

ભારતની સાથે વધતા સરહદ વિવાદની વચ્ચે નેપાળે બોર્ડર પર રસ્તો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરાખંડમાં પિથોરગઢ જિલ્લાને અડીને આવેલી બોર્ડરની પાસે ધારચૂલા-તિનકર રસ્તાનું બાંધકામ ઝડપી કરી દીધું છે. નેપાળે આ કામ માટે પોતાની સેનાને તૈનાત કરી છે. તેની સાથે જ સરહદની પાસે એક હેલિપેડ પણ તૈયાર કરી લીધું છે. આ રસ્તાના બાંધકામથી ચીનની સરહદ સુધી નેપાળની પહોંચ સરળ થઇ જશે.
નેપાળ એ ‘મહાકાલી કોરિડોર’ના નામથી ધારચૂલા-તિનકર રોડનું બાંધકામ ઝડપી કરી દીધું છે. સૂત્રોના મતે નેપાળ સરકારની તરફથી આ પગલું ભારતીય રસ્તા પર નેપાળી નાગરિકોની નિર્ભરતાને ઓછી કરવા માટે ઉઠાવ્યું છે. ઘણા બધા નેપાળી નાગરિકોને પોતાના ગામ સુધી પહોંચવા માટે ભારતની સરહદમાં રસ્તાનો ઉપયોગ કરવો પડે છે.
ચીન બોર્ડર સુધી સરળ થશે પહોંચ

આ રસ્તાના નિર્માણથી નેપાળી સશસ્ત્ર પોલીસ માટે પેટ્રોલિંગ કરવું પણ સરળ થઇ જશે. નેપાળે બોર્ડરના વિસ્તારમાં ઘણી બધી આઉટપોસ્ટ બનાવી છે. તેની સાથે જ મોટો ફાયદો ચીનની સરહદ સુધી પહોંચવામાં થશે. આ રોડનો લાસ્ટ પોઇન્ટ તિનકર બાદ ચીનની સરહદને અડે છે. સૂત્રોના મતે કૈલાશ માનસરોવર જનાર યાત્રીઓને લઇ જવામાં નેપાળના ટુર ઓપરેટર્સને પણ ફાયદો મળશે.
ઝડપથી રસ્તાના નિર્માણમાં લાગી ગઇ નેપાળી સેના

સૂત્રોના મતે નેપાળ સરકારે થોડાંક મહિના પહેલાં જ 134 કિલોમીટર લાંબા આ રસ્તાને પૂરો કરવા માટે સેનાને તૈનાત કરાઇ હતી. છેલ્લાં એક દાયકામાં આ રસ્તાનું માત્ર 43 કિલોમીટર હિસ્સો જ પૂરો કરી શકાયો છે. પિથૌરગઢમાં ધારચૂલામાં સરકારી અધિકારીઓએ જણાવ્યું કે નેપાળની સેના પ્રાથમિકતાના આધાર પર આ રસ્તાને તૈયાર કરી રહી છે.
ઘાટિયાબાગરમાં હેલિપેડ પણ તૈયાર

ધારચૂલાના એસડીએમ એ કહ્યું કે અમને એ વાતની માહિતી મળી છે કે નેપાળમાં સરહદની પાસે ઘાટિયાબાગર વિસ્તારમાં રસ્તાના બાંધકામ માટે સામાનની અવરજવર માટે એક હેલિપેડ પણ તૈયાર કરાયું છે. નેપાળના ધારચૂલાના ચીફ ડિસ્ટ્રિક્ટ ઓફિસર શરદ કુમાર પોખરેલ એ આ સંબંધમાં અગ્રણી અખબાર સાથે વાત કરતાં તેમણે રસ્તા નિર્માણની પુષ્ટિ કરી. જો કે તેમણે આગળ કંઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.
સરહદની પાસે વસેલા લોકો ચિંતામાં

રસ્તા નિર્માણની આ પ્રક્રિયા ભારત અને નેપાળની વચ્ચે સરહદ વિવાદના લીધે વધતા તણાવની વચ્ચે સામે આવી છે. ઉત્તરાખંડમાં આવેલા કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરાના વિસ્તારો પર નેપાળે પોતાનો દાવો કર્યો છે. ત્યાંની સંસદમાં સંશોધિત નકશાને પણ પાસ કરી દીધો છે. હાલ સરહદની પાસે રહેતા લોકો ચિંતામાં છે.


Previous articleવિદેશ જવાના ઈચ્છુકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો: વિઝા-વર્ક પરમિટ આપવાના બહાને જાણો અ’વાદી યુવક કેવી રીતે છેતરાયો
Next articleચીનમાં ભારતના રાજદૂતનો સ્પષ્ટ જવાબઃ બેઇજિંગ નક્કી કરી લે કે સંબંધોને…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here