Home Crime નેત્રંગ પોલીસે 2 ગાય – 1 વાછરડાંને કતલખાને લઇ જતાં ટેમ્પાને પકડી...

નેત્રંગ પોલીસે 2 ગાય – 1 વાછરડાંને કતલખાને લઇ જતાં ટેમ્પાને પકડી પાડ્યો.

94
0

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો કમીઁ નાઈટ પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન પાંચસીમ ગામે ખાડી ફળીયા પાસે આવતા બે અજાણ્યા ઇસમો પોલીસની સરકારી ગાડી જોઇ જગ્યા ઉપર સફેદ કલરની બોલેરો પીકપ ટેમ્પો મુકી નાશી ગયા હતાં.પોલીસને શંકાસ્પદ જણાતા પીકઅપ ટેમ્પાની તપાસ કરતા બોલેરો પીકપ ટેમ્પા નંબર GJ-22-U-2877 જણાય આવેલ અને ટેંમ્પાના પાછળનાં તપાસ કરતા દોરડા બાંધેલ હોઈ અને પીકપ ટેમ્પામાં ૨ ગાયો અને ૧ વાછરડો મળી કુલ ગૌવંશ -૦૩ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા બોલેરો પીકપ ટેમ્પાની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૭૫,૦૦૦/- મુદ્દામાલ કબ્જે કર્યો. ગેરકાયદેસર ખીચોખીચ ભરી ટુંકા દોરડા વડે હલનચલન ન થઇ શકે તે રીતે મુંગા પશુઓને બાંધેલ હોય સદર ભરેલ પશુઓ ગેરકાયદેસર કતલખાને લઇ જવાના ઇરાદે વહન કરતા જણાતા ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઈસમો ફરાર થઈ ગયા હતા.અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ હતી.


* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ


Previous articleનેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીથી રાજકારણ ગરમાયું
Next articleડાંગ જિલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે રાકેશ પવારની નિમણૂક કરાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here