GUJARAT

નેત્રંગ પોલીસ દ્વારા સુરક્ષા સેતૄ રથ થકી કોરોના વાયરસ ને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન

ટી.વી.ના માધ્યમ થકી સંદેશ

કોરોના વાયરસે બીજી લહેર મા પોતાનો વિકરાળ પંજો શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવતા કોરોના સંકમિત ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે સરકારી તંત્ર હરકત મા આવી ગયુ છે. ત્યારે પોલીસ વિભાગે પણ પોતાની જવાબદારી ના ભાગ રૂપે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
કોરોના વાયરસ ની બીજી લહેર મા ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે સંકમિતો ની સંખ્યા બેફામ પણે વધી રહી છે.સેંકડો લોકો મોત ના મુખમાં ધકેલાઇ રહયા છે. તેવા સંજોગોમાં કોરોના વાયરસ બાબતે ગ્રામ્ય વિસ્તાર ની પ્રજા મા આ રોગ બાબતે પુરી જાણકારી નહિ હોવાથી સંકમિત ની સંખ્યા તેમજ મૃત્યુ દર વધી રહ્યો છે. તેવા સંજોગોમાં ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથ થકી લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે જેના ભાગ રૂપે નેત્રંગ પોલીસ દ્વારા આ સુરક્ષા સેતુ રથ નેત્રંગ તાલુકા ના પછાત ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અબુધ અને અભણ લોકો મા કોરોના બાબતે જનજાગૃતિ લાવવા ના હેતુ થી નેત્રંગ ટાઉન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ને ટી.વી ના માધ્યમ દ્વારા કોરોના વાયરસ શુ છે.તેના લક્ષણો શું છે.તેના થી બચવા શુ ટકેદારી રાખવી જોઈએ. કોરોના વેકસીન લેવા થી શુ ફાયદા થાય વિગેરે સમજ આ લોકજાગૃતિ અભિયાન થકી આપવામાં આવી રહીં છે.પંથક ના ગામડાઓમાં લોકો સમજ મેળવી રહયા છે.

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Leave a Reply

Your email address will not be published.