GUJARAT

નેત્રંગ મંગળવારથી પાંચ દિવસ સ્વયંભુ લોકડાઉન રહેશે,

કોરોના સંકમિતના કેસો વધતા ગ્રા.પંચાયત-વેપારી આલમનો ગ્રામજનોના હિત માટેનો મહત્વનો નિર્ણય,

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ફરીવાર પગ પેસારો કરતાં નિર્દોષ ગ્રામજનો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે,ગામે-ગામ કોરોના સંકમણના દદીઁઓ મોટી સંખ્યા હોવાનું જાણવા મળી રહયું છે,દિવસેને દિવસે કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં ગ્રામજનો ભયમુક્ત માહોલમાં જીવન જીવવા મજબુર બન્યા છે,આરોગ્ય વિભાગના જવાબદાર કમીઁઓ જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે,પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર થઈ જવા પામી છે,તેવું જાણવા મળ્યું છે,પરિસ્થિતિ વધુ ગંભીર જણાતા સમગ્ર નેત્રંગ ગામને લોકડાઉન કરવું પડે તેવી નોબત ઉભી થઈ હતી,

જેમાં મુખ્યત્વે ગ્રામજનોના હિતને ધ્યાનમાં રાખીને ગ્રા.પંચાયતના સત્તાધીશો અને વેપારી મંડળોના અગ્રણીઓ સમગ્ર નેત્રંગ ગામને મંગળવારથી પાંચ દિવસ માટે સ્વયંભુ લોકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવશે,અને નિતી-નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું સુચન કરવામાં આવ્યું છે,અને ઉલ્લંઘન કરતા જણાશે તો ગ્રા.પંચાયત અને વેપારી મંડળના જવાબદાર લોકો કાયદેસરની કાયઁવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Leave a Reply

Your email address will not be published.