Home South-Gujarat જ્ઞાનશક્તિ દિનની ઉજવણીના ભાગરૂપે કાંટાસાયણ ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાયું

જ્ઞાનશક્તિ દિનની ઉજવણીના ભાગરૂપે કાંટાસાયણ ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાયું

1
0

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનશક્તિ દિનના પહેલા દિવસે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કાંટાસાયણ પ્રાથમિક શાળાના રૂ..૩૬.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત મકાનનું લોકાર્પણ હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલના વરદહસ્તે થયું હતું.



આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન પદાધિકારીઓ, મામલતદાર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોને પુસ્તક અને પુષ્પગુચ્છથી આવકાર આપવામાં આવ્યો હતો. પ્રમુખ ગેમલસિંહે પ્રાસંગિક ઉદબોધનમાં પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી, સૌના વિકાસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ વિકાસલક્ષી બાબતોની વિસ્તૃત જાણકારી આપી હતી. કોરોનાની મહામારી અંગે કાળજી રાખવા સાથે દરેક વ્યક્તિએ ફરજીયાત માસ્ક તથા ૧૮ થી ઉપરના વયના લોકો વેક્સીનેશન વહેલી તકે લે તેવી અપીલ કરી હતી. બાયસેગ પરથી પ્રસારિત સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા મતિ વિણાબેન પટેલે કર્યું હતું.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleભરૂચ જિલ્લામાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞનો પ્રારંભ
Next articleસાગબારા મામતલદાર કચેરી પાસે થયેલા ટ્રિપલ અકસ્માત માં એક મહિલાનું મોત,ચારને ગંભીર ઈજાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here