Home Crime હળવદ શહેરમાં તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ, બે રહેણાંક મકાનને નિશાન બનાવી લાખોની...

હળવદ શહેરમાં તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ, બે રહેણાંક મકાનને નિશાન બનાવી લાખોની ચોરી

80
0

સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશીપ અને હરિનગર ગોલ્ડમાં આરામથી ચોરી કરતા તસ્કરો : 90 હજારની રોકડ સહિત સોનાચાંદીના દાગીના લઈ ને ફરાર,હળવદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા


હળવદ : હળવદના સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશીપ અને હરીનગર ગોલ્ડ સોસાયટીમાં બે રહેણાંક મકાનમાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ કરી મકાનને નિશાન બનાવી તસ્કરો શુક્રવાર રાત્રી ના ૯૦ હજાર રોકડા સહિત લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ઉસેડી જતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સરા રોડ પર આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા કૈલાશ ગીરી ગોસ્વામી પરીવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે પાછળ થી શુક્રવાર કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોનાના બે ચેઈન,સોનાની છ વીંટી અને એક ચાંદીની લક્કી તેમજ 70 હજાર રોકડ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે જ્યારે આ જ સોસાયટીમાં અન્ય એક મકાનમાં પણ તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે

નિશાચરો આટલે થી ન અટકી આલાપ ટાઉનશીપમાં પણ એક મકાનને નિશાન બનાવ્યું હતું જેમાં હરેશભાઈ પરીવાર સાથે બહાર ગયા હોય ત્યારે તેઓના પણ રહેણાંક મકાનમાં ગતરાત્રીના જ તસ્કરોએ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની બુટ્ટી અને વીસ હજાર રોકડ લઈ ગયા હતા.બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ જણાતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં પાછલા એકાદ અઠવાડિયાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ દિનપ્રતિદિન ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે હળવદ શહેરમાં અને તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ વધ્યું હોય તેમ‌ મકાન અને મંદિરને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રવિરાજસિહ ઝાલા તેજપાલસિંહ ઝાલા ધટના સ્થળે પહોંચી તસ્કરો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મયુર રાવલ હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here