નવી દિલ્હી,તા. 1
નાણામંત્રી નિર્મલા સીતારામને આજે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આવકવેરાના ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કર્યો નથી. દેશના કરોડો કરદાતાઓને નિરાશ કરતાં નાણામંત્રીએ તેમના બજેટ પ્રવચનમાં કરવેરો ભરવામાં સહકાર આપનાર તમામ કરદાતાઓનો આભાર માન્યો હતો પરંતુ કોઇ મોટી રાહત આપી નથી.

નાણામંત્રીએ જાહેર કર્યું હતું કે સીધા કરવેરાના જે કાંઇ દર છે તે યથાવત રહે છે અને તેમાં કોઇ ફેરફાર થતો નથી.
1
નાણામંત્રી નિર્મલા સીતારામને આજે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આવકવેરાના ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કર્યો નથી. દેશના કરોડો કરદાતાઓને નિરાશ કરતાં નાણામંત્રીએ તેમના બજેટ પ્રવચનમાં કરવેરો ભરવામાં સહકાર આપનાર તમામ કરદાતાઓનો આભાર માન્યો હતો પરંતુ કોઇ મોટી રાહત આપી નથી.
નાણામંત્રીએ જાહેર કર્યું હતું કે સીધા કરવેરાના જે કાંઇ દર છે તે યથાવત રહે છે અને તેમાં કોઇ ફેરફાર થતો નથી. જ્યારે અન્ય એક જાહેરાતમાં જણાવ્યું હતું કે હવે કરદાતા પોતાના આવકવેરા રિટર્નમાં જો કોઇ આવક ઉમેરવાની ભુલાઇ ગઇ હોય કે અન્ય કોઇ સુધારો કરવો હોય તો તે બે વર્ષમાં કરી શકશે જેના માટે કરદાતા માટે એક મોટી રાહતની સ્થિતિ બની શકે છે.
આવકવેરાના સ્લેબમાં મોદી સરકારે બે વર્ષ અગાઉ જ વૈકલ્પિક યોજના અમલમાં મુકી હતી અને તે યથાવત રહી છે. તથા કરવેરાના સ્લેબ અને ટેકસ દર પણ યથાવત રહ્યા છે જ્યારે નાણામંત્રીએ જાહેર કર્યું હતું કે સરકાર કરવેરાને સિસ્ટમને અત્યંત સરળ બનાવવા જઇ રહી છે. ટેક્સ પેયર પોતાના આવકવેરા રિટર્નને જે એસેસમેન્ટ વર્ષ માટેનું હશે તેના બે વર્ષમાં તેને અપડેટ કરી શકશે અને જે અગાઉ માહિતી રિટર્ન ફાઈલ કરતા સમયે ભુલાઈ ગઇ હશે તેમાં સુધારો કરી શકશે. નાણામંત્રીની આ જાહેરાત બાદ આવકવેરાના દર યથાવત રહેતા કરોડો કરદાતાઓને કેન્દ્રીય બજેટમાં નિરાશા સાંપડી છે.
કરચોરો સાવધાન : દરોડા દરમિયાન મળેલી બિનહિસાબી અને જંગમ મિલકતો જપ્ત થશે
કેન્દ્રીય બજેટમાં આજે કરચોરો માટે એક ગંભીર સ્થિતિ બની શકે તેવી જોગવાઈનો ઉમેરો કરાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે બજેટ પ્રવચન સમયે જણાવ્યું હતું કે આવકવેરાના દરોડા દરમિયાન જે કાંઇ બિનહિસાબી મત્તા મળશે તે તમામ જપ્ત કરાશે અને કરચોરને કોઇ રાહત અપાશે નહીં.
આ જોગવાઈથી કરચોરોને અગાઉ જે કાઇ બિનહિસાબી રોકડ કે જ્વેલરી અથવા અન્ય કોઇ કરચોરી મળતી હતી તેમાં ટેક્સ ભરીને જે રાહત મળતી હતી તે હવે નહીં મળે અને સંપૂર્ણ જપ્ત થયેલી તમામ રોકડ, જ્વેલરી વગેરે ખાલસા કરવામાં આવશે.