Home Rajpipla ભાજપ સાંસદ ની રજૂઆતો બાદ પણ કોઈ અસર નથી : રાજપીપળા કોવિડનો...

ભાજપ સાંસદ ની રજૂઆતો બાદ પણ કોઈ અસર નથી : રાજપીપળા કોવિડનો અનુભવી નર્સિંગ સ્ટાફ હજુ રીલિવ કરાયો નથી

51
0


આટલા લોકો મરવા છતાં આવી ગંભીર બેદરકારી બાદ પણ કોઈના પેટનું પાણી હાલતું નથી અને વેપારીઓ પાસે ધંધા બંધ કરાવવા મિટિંગો કરાતા શુ ફાયદો થશે..?

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા ની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલ નો અનુભવી નર્સિંગ સ્ટાફ વડોદરા મોકલી આપ્યા બાદ નર્મદા જિલ્લામાં અનુભવી સ્ટાફ ની અછત પડતા સાંસદ મનસુખભાઇ વસાવા એ ના.મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ને પત્ર લખી રજુઆત કરી ત્યારબાદ શુક્રવારે સાંસદ એ અચાનક કોવિડ હોસ્પિટલ ની મુલાકાત માં પણ સ્ટાફ પરત ન મોકલાવ બાબતે રોષ ઠલાવ્યો હોવા છતાં હજુ સુધી 10 જેવો અનુભવી નર્સિંગ સ્ટાફ વડોદરા થી પરત ન મોકલી ત્યાંના અધિકારીઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે બીજો સ્ટાફ આપો તો આ સ્ટાફ રીલિવ કરીશું તો આ કોની મનમાની હશે.?આટલી બુમો બાદ પણ માત્ર મનસુખભાઇ વસાવા અને નર્મદા બાર એસોસિએશન સિવાય કોઈ આ બાબતે કેમ રસ લેતું નથી.? મનમાની કરતા અધિકારીઓ પર કોના આશીર્વાદ છે.?જેવા અનેક સવાલો હાલ નર્મદા માં ચાચાઈ રહ્યા છે.


Previous articleરાજપીપળા દરબાર રોડ પર આવેલી ઐતિહાસિક જૂની વાવ પર લોકોએ મકાન નો કાટમાળ નાંખતા ઓહાપોહ
Next articleકોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here