Home Kheda (Anand) આણંદ જિલ્લામાં હોસ્પિટલોના સુચારૂ મેનેજમેન્ટ માટે નોડલ ઓફિસરો નિમાયા

આણંદ જિલ્લામાં હોસ્પિટલોના સુચારૂ મેનેજમેન્ટ માટે નોડલ ઓફિસરો નિમાયા

36
0

આણંદ જિલ્લામાં અત્યારના કોરોના સંક્રમણ વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓને કોઈ મુશ્કેલી હોય તો
હોસ્પિટલ મેનેજમેન્ટ અને સરકારી નોડલ ઓફિસરો સંયુક્ત રીતે નિવારણ કરશે.

આણંદઃ શુક્રવારઃ આણંદ જિલ્લામાં હોસ્પિટલોના સુચારૂ મેનેજમેન્ટ માટે નોડલ ઓફિસરો નિમવામાં આવ્યા છે.આણંદ જિલ્લામાં અત્યારના કોરોના સંક્રમણ વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓને કોઈ મુશ્કેલી હોય તો હોસ્પિટલ મેનેજમેન્ટ અને સરકારી નોડલ ઓફિસરો સંયુક્ત રીતે નિવારણ કરશે.આ માટે જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહીલ દવારા નોડલ ઓફિસરોની નિમણૂક કરાઈ છે.
આજે યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રી અને જિ. વિ. અધિકારીશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીએ કોરોના સંક્રમિત દર્દીઓના હીતમાં નોડલ ઓફિસરોનું માર્ગદર્શન કર્યું હતું હોસ્પિટલ મેનેજમેન્ટ અને જિલ્લા આરોગ્ય તંત્ર સાથે સુવ્યવસ્થિત સંકલન જળવાઇ રહે તે માટે આ અધિકારીશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ હોઇ જે તે હોસ્પિટલના સત્તાવાળાઓએ જે તે અધિકારીશ્રીને પુરતો સહકાર આપવાનો રહેશે.
હોસ્પિટલના સત્તાવાળાઓએ આરોગ્ય શાખા / સિવિલ સંબંધિત કોઇપણ બાબત હોઇ અને તેનો ઉકેલ ન આવતો હોયતો આ અંગે સંબંધિત નોડલ અધિકારીશ્રીનું ધ્યાન દોરવાનું રહેશે. નોડલ અધિકારીશ્રીઓએ આ અંગે જે તે સંબંધિત વિભાગ સાથે પરામર્શ કરી પ્રશ્નનું જરૂરી નિરાકરણ થાય તે જોવાનું રહેશે.
જે તે હોસ્પિટલે અત્રેની અગાઉની સુચનાનુસાર દિવસમાં બે વાર બેડ ઓક્યુપન્સીની વિગતો કર્વાલીટી મેડીકલ ઓફિસરશ્રીને આપવાની થાય છે. આ વિગતો નિયમિત રીતે નોડલ અધિકારીશ્રીને આપવાની રહેશે. આ બાબત ખુબ અગત્યની હોઇ દરેક હોસ્પિટલનાએ ગંભીરતાપુર્વક તેનું પાલન કરવાનું રહેશે.
જો કોઇ હોસ્પિટલની બેડ કેપેસીટીમાં કોવિડના દદીઓ માટે વઘારો / ઘટાડો કરવામાં આવે તો સંબંધિત નોડલ અધિકારીશ્રીએ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, આણંદને જાણ કરવાની રહેશે.જે તે હોસ્પિટલ દવારા દર્દીઓ માટે પુરતા ઓક્સિજનની વ્યવસ્થા રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. આમ છતા કોઇ પ્રસંગે ઓકિસજનની અછતની ઇમરજન્સી ઉભી થાય તો સૌ પ્રથમ તાકીદે જે તે નોડલ અધિકારીશ્રીનું ધ્યાન દોરવાનું રહેશે. નોડલ અધિકારીશ્રીએ આ બાબતે શ્રી શિરીષભાઈ ગણાસ્વા, ડ્રગ ઇન્સપેક્ટરશ્રી, આણંદ (૭૬૦૦૦૦૩૨૬૯) નો સંપર્ક કરવાનો રહેશે.
તેમ છતાં કોઇ મુશ્કેલી જણાય તો નોડલ અધિકારીશ્રીએ આ બાબતે નિવાસી અધિક કલેક્ટરશ્રી, આણંદનું ધ્યાન દોરવાનું રહેશે.મુખ્ય નોડલ અધિકારીશ્રીએ દરરોજ નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમીક્ષા કરી તે અંગેનો અહેવાલ સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગમાં રજુ કરવાનો રહેશે.
દરેક હોસ્પિટલમાં દર્દીઓને પીવાનું પાણી, ટોયલેટ, સફાઇની યોગ્ય વ્યવસ્થાની ખાત્રી કરવાની રહેશે.દરેક હોસ્પિટલમાં તાકીદના સમયે ઉપયોગમાં આવી શકે તે મુજબની પુરતી ફાયર સેફટીની વ્યવસ્થા જે તે હોસ્પિટલના સત્તાવાળાઓએ કરવાની રહેશે. આ અંગેની ચકાસણી જે તે હોસ્પિટલ માટે નિમાયેલા નોડલ અધિકારીશ્રીએ કરવાની રહેશે.
દર્દીઓ દવારા કોઇપણ પ્રકારની ફરીયાદનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહી તે પ્રમાણે જે તે હોસ્પિટલે દર્દીઓનું મેનેજમેન્ટ કરવાનું રહેશે. ગંભીર ફરીયાદના પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે પ્રમાણે દર્દીઓ સાથે વ્યવહાર રાખવાનો રહેશે. આમ છતા અત્રેની કચેરીને કોઇ ફરીયાદ / રજુઆત મળે તો તે અંગેની પરિસ્થિતિમાં પુરતો સહકાર આપવાનો રહેશે. કોઇપણ હોસ્પિટલમાં નિયત થયેલ દર સિવાયના કોઇ વધારાનો ખર્ચ દર્દી પાસેથી વસુલવામાં ન આવે તે સંબંધિત હોસ્પિટલોને સુનિશ્ચિત કરવાનું રહેશે અને આવા કોઇ પણ પ્રશ્નો દયાને આવ્યેથી નોડલ અધિકારીશ્રી દવારા તેનું નિરાકરણ લાવવાનું રહેશે


Previous articleઆરએમપીએસ ઇન્ટરનેશનલ શાળામાં ચોથા સ્થાપના દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Next articleઆણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર માટે ૨૬ હોસ્પીટલોમાં દેખરેખ રાખવા નોડલ ઓફીસરો નિમાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here