Home India પૂર્વોત્તર ભારતમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બની રહ્યો છે, કુતુબમીનારથી પણ...

પૂર્વોત્તર ભારતમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બની રહ્યો છે, કુતુબમીનારથી પણ બે ગણો ઊંચો

83
0

આઝાદી પછી ભારતના અનેક રાજ્યો વિકાસની દોટમાં ઘણા પાછળ રહી ગયા હતા. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યો, જેમને તેમની મુશ્કેલ ભૌગોલિક સ્થિતિને કારણે મજબૂત માળખાકીય સુવિધાઓની જરૂર હતી. પણ 2014 પછી આ રાજ્યો તરફ સરકારની નજર ગઈ. હવે અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. પૂર્વોત્તરને ભારતનાં વિકાસનું એન્જિન માનનારા વડાપ્રધાન મોદીની પ્રતિબધ્ધતાને કારણે આ રાજ્યોમાં સુવિધા વધી રહી છે. સિક્કિમનું એરપોર્ટ હોય કે, આસામનો બ્રિજ હોય કે રેલ-રોડ કનેક્ટિવિટીનું વિસ્તરણ હોય. કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં કોઇ કસર છોડવા માંગતી નથી. મણિપુરની રાજધાની ઇમ્ફાલને બ્રોડગેજથી જોડવા માટે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશરે 111 કિલોમીટર લાંબી જીરિબામ-ઇમ્ફાલ રેલવે લાઇન પ્રોજેક્ટ અંતર્ગત નોને જિલ્લામાં તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન હોવાને કારણે પુલને ભૂકંપ વિરોધી બનાવવામાં આવી રહ્યો છે. રિક્ટર સ્કેલ પર તે 8.5ન તીવ્રતાના ભૂકંપના ઝટકાને તે સરળતાથી સહન કરી શકે છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023માં પૂરો થશે. આ પુલ બનવાથી 111 કિલોમીટરનું અંતર 2.5 કલાકમાં જ પૂરું થઈ જશે. હાલમાં જીરિબામ અને ઇમ્ફાલ વચ્ચે 220 કિલોમીટરનું અંતર છે. જેને પાર કરવામાં 10થી 12 લાક લાગે છે. આ પુલ બન્યા પછી 111 કિલોમીટરનું અંતર બે-અઢી કલાકમાં પૂરું થઈ જશે. તેની ઊંચાઇ 141 મીટર હશે, જે કુતુબમીનારથી લગભગ બમણી છે. હાલમાં, વિશ્વનો સૌથી ઊંચો પુલ યુરોપના મોન્ટેનેગ્રોમાં છે, જેની ઊંચાઇ 139 મીટર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here