Home Kheda (Anand) કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરમાં નાક,કાન ગળાનો કેમ્પ યોજાયો

કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરમાં નાક,કાન ગળાનો કેમ્પ યોજાયો

30
0

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કુંડળગામ સંચાલિત સ્વામી નારાયણ મંદિર ના અલૌકિક સ્વામીના કહેવા મુજબ કુંડળધામ સ્વામીનારાયણ મંદિર ખાતે તાજેતરમાં આ કાન,નાક અને ગળાનો તપાસણી માટે નિ:શુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો. મુંબઈની બોમ્બે હોસ્પિટલ તેમજ જે જે હોસ્પિટલમાં કાર્યરત ઇએનટી સર્જન ડો. મિનેશ જુવેકર દ્વારા ગ્રામજનોના નાક, કાન ગળાની તપાસણી કરી હતી. ડો. જુવેકરના જણાવ્યા મુજબ નાક, કાન, ગળામાં સહેજ પણ પણ તકલીફ થાય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. કારણ હજુ કોરોનાનો ત્રીજો પિરિયડ ( લહેર ) આવવાનો બાકી છે. ડોક્ટરે પૂ. જ્ઞાનજીવન દાસ સ્વામીજી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.


મનીષ જોષી “મૌન”દ્વારા વડોદરા


Previous articleએન.એસ.પટેલ આર્ટ્સ કોલેજમાં ઇંકયુબેશન કેન્દ્રનો મંત્રીશ્રીના હસ્તે પ્રારંભ:નવ પ્રવર્તકોનું બહુમાન
Next articleટ્યુશન ક્લાસ સત્વરે ખોલવા માટે ઉપલેટા ટ્યુશન એસો.ની રજૂઆત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here