Home Kheda (Anand) ડાકોર નગરપાલિકામાં ક્રોસ વોટિગ કરનાર આ સભ્યને ફટકારી નોટિસ

ડાકોર નગરપાલિકામાં ક્રોસ વોટિગ કરનાર આ સભ્યને ફટકારી નોટિસ

43
0

ડાકોર નગર પાલિકાની પ્રમુખ અને ઉપ પ્રમુખની યોજાઇ હતી ચૂંટણી . જેમાં ક્રોસ વોટિંગ કરનાર સભ્યો પર ભાજપએ કડક કાર્યવાહી કરી છે . ક્રોસ વોટિંગ કરનાસ સભ્યોને નોટિસ ફટકારી છે . આજે વધુ એક સભ્ય જ્યોત્સનાબહેન અજયભાઇ પટેલને પક્ષ તરફથી શો કોઝ નોટીસ આપવામાં આવી છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવા પ્રદેશમાં ભલામણ કરવામાં આવી છે.
ભાજપએ શિસ્તબંધ પાર્ટી ગણાય છે . પક્ષમાં ગમે તે વિવાદ હોય પરંતુ ચૂંટણી સમયે કાર્યકરો એક થઇ જાય છે પરંતું આ ડાકોર નગરપાલિકામાં સભ્યોએ વિવાદને કારણે કે પછી કોઇ રાજકીય કારણો સર ક્રોસ વોટિંગ કર્યું હતું જેથી પાર્ચીએ પ્રમુખ પદ ગુમાવવું પડયું હતું . પાર્ટીએ ક્રોસ વોટિંગ કરનાર સભ્યો સામે લાલ આંખ કરી જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે . પાર્ટી એ માટે પણ કાર્યવાહી કરવાના મૂડમાં છે કે એક તો પેટા ચૂંટણી આવી રહી છે અને એ સમયે પાર્ટીએ પ્રમુખ પદ ગુમાવ્યું છે
ખેડા પાલિકાના ત્રણ અને ડાકોર પાલિકાના એક સભ્યને ક્રોસ વોટીંગ બદલ નોટીસ આપી ખુલાસા પુછવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેમનો એક રિપોર્ટ પણ પ્રદેશ કક્ષાએ મોકલી પગલાં ભરવા ભલામમ કરવામાં આવશે.’ – દેવુસિંહ ચૌહાણ, સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ, ખેડા.


Previous articleચીન પોતાની ચાલબાજીઓને અંજામ આપવા માટે દરેક સંભવિત રણનીતિ અપનાવે છે જેના દ્વારા તે તેના છેતરપિંડીના પાયાને યથાવત રાખી શકે……
Next articleકોરોના મહામારીની વચ્ચે આજે સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઇ ગયું……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here