રાજકોટ શહેરમાં 300 જેટલા કોન્ટ્રક બેઝના નર્સિંગ સ્ટાફ બીજા દિવસે હડતાલ યથાવત રાખી છે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખને રજુઆત કરવા પહોચ્યા હતા. મનપા કમીશ્નર દ્વારા લાલ આંખ કરતા તેઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતાં.
રાજકોટમાં એકબાજુ કોરોના કહેર છે તો બીજી બાજુ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝના નર્સિંગ સ્ટાફ હડતાળ પર છે. પગાર વધારો અને કાયમી કરવાની માંગ સાથે આજે ભાજપના નેતાને રજુઆત કરવા તેઓ પહોંચ્યા હતા. જોકે ભાજપ કર્યાલય બહાર સૂત્રોચાર પણ તેમણે કર્યા હતા.
નર્સિંગ સ્ટાફ સાથે આશાવર્કરો પણ રજુઆત કરવા આવી હતી. જેમનો પગાર 1000 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. તો તેમની પણ પગાર વધરાવા માંગ કરી હતી. તો બીજી બાજૂ શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા બન્ને સરકાર અને કમિશનર સાથે ચર્ચા કરી યોગ્ય કર્યાવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.
એકતરફ કોરોનાનો કહેર અને બીજી બાજુ આરોગ્ય કર્મી હડતાલ ઉપર જતા અનેક લોકો સર્વે અટકી ગયા છે તો નાયબ આરોગ્ય અધિકારી કોરોના સક્રમિત થયા ત્યારે નર્સિંગ સ્ટાફ લેખિત બાંહેધરી આપ્યા બાદ જ કામ કરવા તેઓ તૈયાર થયા છે.