Home South-Gujarat ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીઓ એ દહેજ એસ. ઇ. ઝેડ કોંફરન્સ હોલ...

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીઓ એ દહેજ એસ. ઇ. ઝેડ કોંફરન્સ હોલ ખાતે બેઠક યોજાઇ

42
0

દહેજ, વિલાયત, સાયખા, અંકલેશ્વર, ઝગડિયા અને પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારીઓ સાથે એક બેઠક ગોઠવી હતી.ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ છે અને ઉદ્યોગોને લગતા મુદ્દાઓ સમજવા માટે આ મીટીંગ યોજાય હતી. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ સંજીવ કુમાર, જી.આઇ.ડી.સી. ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, એમ થેનારસન અને ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તા, રણજિતકુમાર, MSME કમિશનર, મનીષ શાહ, ડેપ્યુટી સેક્રેટરી ઉદ્યોગ અને ખાણ વિભાગ સહિત GIDC GPCB, DGVCL ના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
દહેજ ખાતે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ (ડી.પી.એમ.સી.) ની સ્થાપના, દહેજ, વિલાયત અને સયખા માટેની કેટલીક સામાન્ય સુવિધાઓ, ઝગડિયા ખાતે હોસ્પિટલ, પર્યાવરણીય મંજૂરી મેળવવા સંબંધિત મુદ્દાઓ જેના કારણે પ્રોજેક્ટના વિલંબ, સાયખા અને વિલાયતમાં વારંવાર વીજ વિક્ષેપો. સાયખા એસ્ટેટમાં અન્ય 66 KV કેવી સબસ્ટેશન સ્થાપવામાં વિલંબ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસસોશિયેશન ના સભ્યોએ રાજ્ય સરકાર દ્વારા પી.સી.પી.આઇ.આર. વિસ્તાર માટે ઝડપથી ઔદ્યોગિક વિકાસને વેગ મળે , ઓફશોર અને ઓનશોર ઇફલુએન્ટ ડિસ્ચાર્જ પાઇપલાઇન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા ભંડોળ ફાળવણીની વિનંતી કરી હતી.
તમામ સાત વસાહતોના ઉદ્યોગકારોને ઉપયોગી થાય તે માટે ભરૂચ ખાતે એક વ્યવસાય અને સંમેલન કેન્દ્ર તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.અંકલેશ્વર નજીક ત્રણ ખાડીના પર્યાવરણીય સંરક્ષણ માટે જીપીસીબી દ્વારા એકત્રિત કરવામાં આવેલા વિશાળ ભંડોળનો ઉપયોગ કરવા સૂચવવામાં આવ્યું હતું. સામાજિક માળખાગત સુવિધાઓ જેવી સહુ વર્ગ નેનપર્વસે તેવા મકાનો, શોપિંગ સેન્ટર, શાળા, હોસ્પિટલ, બગીચા વિગેરે ઉભી કરવાની જરૂરિયાતો ઉપર ભાર મુકાયો હતો. વસાહતોમાં પોષણક્ષમ જાહેર પરિવહન સુવિધાઓ અને ઘરેલુ કચરો નિકાલ જેવા સામાજિક માળખાકીય સુવિધાઓઓ ઉભી કરવાના આયોજન માટે વિનંતી કરવામાં આવી હતી.
ફેડરેશન ઓફ એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ એન.કે નાવડીયા એ જણાવ્યું હતું કે “ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા એસોસિએશનના પદાધિકારીઓને મળવા અને ઉદ્યોગો અને ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નોની ગંભીરતાને સમજવા માટે કરવામાં આવેલી પહેલ ખરેખર એક ખૂબ જ મહત્વનું પગલું છે જે ઉદ્યોગને મદદરૂપ બની રહેશે. જીઆઈડીસી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અને ઉદ્યોગ કમિશનરના વરિષ્ઠ અધિકારીઓ એ એક પછી એક મુદ્દાઓ સમજવા માટે કલાકો વિતાવ્યા છે. આવા અભિગમથી ઉદ્યોગો અને ઉદ્યમીઓમાં સારી છાપ ઉભી થઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ સંજીવ કુમાર, IAS, જી.આઇ.ડી.સી. ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, એમ થેનારસન IAS અને ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તા,IAS રણજિતકુમાર, IAS MSME કમિશનર, મનીષ શાહ, ડેપ્યુટી સેક્રેટરી ઉદ્યોગ અને ખાણ વિભાગ ઉદ્યોગ મંડળ તરફથી મળેલા રચનાત્મક સૂચનો અને પ્રશ્નોની પ્રશંસા કરી હતી અને દરેક મુદ્દાને ધ્યાનથી જોવાની ખાતરી આપી હતી અને વહેલી તકે નિરાકરણ લાવશે તેવું આશ્વાસન આપ્યું હતું.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત


Previous articleઅંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ને વેન્ટિલેટર અર્પણ કરાયું
Next articleનર્મદા પોલીસ નિર્ભયા ટીમે કોરોનામાં અનાથ થયેલા કુંવરપુરા ગામના બાળકોને સરકારી સહાય માટે મદદ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here