Home Rajpipla રાજપીપળા દરબાર રોડ પર આવેલી ઐતિહાસિક જૂની વાવ પર લોકોએ મકાન નો...

રાજપીપળા દરબાર રોડ પર આવેલી ઐતિહાસિક જૂની વાવ પર લોકોએ મકાન નો કાટમાળ નાંખતા ઓહાપોહ

60
0

નગરપાલિકા ના મુખ્ય અધિકારી પાસે વાત પહોંચતા તાત્કાલિક સ્ટાફને મોકલી ચર્કિંગ કરાવ્યું
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેરમાં આવેલી ઐતિહાસિક જૂની વાવ કે જે એક પર્યટક સ્થળ બની શકે તેમ છે પરંતુ વર્ષો થી કેટલાક લોકો આ જગ્યા પર કચરો નાંખતા વાવ પુરાઈ ગઈ છે હાલમાં આસપાસ થઈ રહેલા મકનોના બાંધકામ નો કાટમાળ ત્યાં નાંખતા સ્થાનિકો ને કોરોના સાથે અન્ય રોગચાળો ફેલાઈ તેવો ભય સતાવતા કેટલાક લોકો એ વોર્ડ નં.5 ના પાલીકા સદસ્ય પ્રેગ્નેશ રામી ને રજુઆત કરતા આ બાબત ની જાણ પાલીકા ના મુખ્ય અધિકારી ને કરતા પાલીકા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા એ તાબડતોબ પાલીકા સ્ટાફ ને ત્યાં મોકલી તપાસ કરાવી કચરો ઠાલવનાર વ્યક્તિઓ પર જરૂર જણાઈ તો કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
આ બાબતે પાલીકા સદસ્ય પ્રેગ્નેશ રામી એ જણાવ્યું કે આ સ્ટેટ સમયની લગભગ 150 વર્ષ જૂની આ વાવ છે ઍની જો યોગ્ય માવજત રાખવામાં આવે તો અહીં એક યાદગાર સ્થળ બની શકે પરંતુ તંત્ર કોઈ તકેદારી ન રાખતા હાલ લોકો એનો કચરાપેટી ની જેમ ઉપયોગ કરે છે માટે પાલીકા ના અધિકારી એ આવા લોકોને નોટિસ આપી ત્યાં યોગ્ય સફાઈ કરાવવી જોઈએ.


Previous articleરાજપીપળા એસટી ડેપોમાં વોટર કુલર હોવા છતાં ઉનાળા ની ગરમીમાં કુલર ચાલુ ન કરતા મુસાફરોમાં રોષ
Next articleભાજપ સાંસદ ની રજૂઆતો બાદ પણ કોઈ અસર નથી : રાજપીપળા કોવિડનો અનુભવી નર્સિંગ સ્ટાફ હજુ રીલિવ કરાયો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here