Home Bollywood સુશાંતના જન્મદિવસે જ 2019માં સારાને લગ્ન માટે પ્રપોઝ કરી! 3 દિવસ ફાર્મહાઉસમાં...

સુશાંતના જન્મદિવસે જ 2019માં સારાને લગ્ન માટે પ્રપોઝ કરી! 3 દિવસ ફાર્મહાઉસમાં રોકાણા

31
0

દિવગંત સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ‘કેદારનાથ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન સહ અભિનેત્રી સારા અલી ખાનને કથિત રૂપે ડેટ કરી રહ્યો હતો. અહેવાલો અનુસાર સુશાંતના લોનાવાલા વાળા ફાર્મહાઉસના એક મેનેજરે દાવો કર્યો છે કે સુશાંતે જાન્યુઆરી 2019માં સારા અલી ખાનને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ફાર્મ હાઉસ કેર ટેકર રઈસ કે જે સપ્ટેમ્બર 2018થી જુલાઈ 2020સુધી ત્યાં કામ કરી રહ્યો હતો, તેણે કહ્યું કે તે જાણતો નથી કે પ્રપોઝ લગ્ન માટે કર્યું હતું કે નહીં. તેણે એમ પણ કહ્યું હતું કે, સારા રોજ 2018થી ફોર્મ હાઉસ પર આવતી હતી, તે જાન્યુઆરી 2019 પછી ક્યારેય નહોતી આવી. રઈસે કહ્યું કે-સુશાંત સર સાથે સારા મેડમ 2018થી ફાર્મ હાઉસ આવવા લાગી. જ્યારે તે આવતો હતો ત્યારે તે ફોર્મ હાઉસમાં 3-4 દિવસ રોકાતી હતી. ડિસેમ્બર 2018 ના રોજ થાઇલેન્ડ ટ્રીપથી પાછા ફર્યા પછી, સુશાંત સર અને સારા મેડમ સીધા એરપોર્ટથી ફાર્મ હાઉસ આવ્યા. તેઓ રાત્રે લગભગ 10-11 વાગ્યે આવ્યા હતા. તેની સાથે તેનો એક મિત્ર પણ હતો.
રરઈસે સારા અલી ખાનની પ્રશંસા કરતા કહ્યું કે સારા મેડમ ખૂબ નોર્મલ સ્વભાવના છે. તે સુશાંતની જેમ જ કામવાળીને માસી અને મને રઈસ ભાઈ કહેતી હતી. તેમનો સ્વભાવ ફાર્મ હાઉસના કર્મચારીઓ પ્રત્યે ઘણો સારો હતો. રઈસે દાવો કર્યો હતો કે તેઓએ સાંભળ્યું છે કે સુશાંત તેના જન્મદિવસ 21 જાન્યુઆરીએ સારા અલી ખાનને પ્રપોઝ કરવા જઇ રહ્યો છે. જો કે, તે જાણતો નથી કે તે લગ્નનું પ્રપોઝલ હતું કે કોઈ બીજા કામનું.
રઈસે દાવો કર્યો કે, ‘મને યાદ છે કે સુશાંતના મિત્ર અબ્બાસ ભાઈએ મને દમણ ટ્રીપ માટે બેગ પેક કરવાનું કહ્યું હતું, જ્યાં સુશાંત સરનો જન્મદિવસ 21 જાન્યુઆરી 2019ના રોજ ઉજવવાનો હતો. જો કે કદાચ ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દમણમાં એક કાર્યક્રમ થવાનો હતો, જેના કારણે ત્યાંની બધી હોટલો ફુલ ભરાઈ ગઈ હતી. તેથી તે સફર શક્ય થઈ શકી નહીં.
રઈસના જણાવ્યા અનુસાર સુશાંત દમણ ટ્રીપ દરમિયાન સારાને પ્રપોઝ કરવાનો હતો. સુશાંતે સારા માટે ગિફ્ટનો ઓર્ડર પણ આપ્યો હતો, પરંતુ દમણ ટ્રીપ કેન્સલ થવાને કારણે તેના પ્લાન પર પાણી ફરી વળ્યું. બાદમાં અભિનેતાએ કેરળ પ્રવાસની યોજના બનાવી હતી, પરંતુ તે પણ રદ કરવામાં આવી હતી. રઈસે કહ્યું કે, ‘ફેબ્રુઆરી-માર્ચ 2019માં અમે સાંભળ્યું કે સર અને મેડમનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ તે ક્યારેય ફાર્મ હાઉસ પર નહોતી આવી.


Previous articleભૂલી જશો ડેરીમાં મળતા દહીંને… આ રીતે ઘરે જ જમાવો મસ્ત ‘દહીં
Next articleઆ વખતે નવરાત્રિ થવી જોઈએ કે નહીં? જાણો શું છે સુરતીઓનો મિજાજ, ઓનલાઈન સર્વેમાં મોટો ધડાકો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here