Home India સરહદ પર ચીન એવી હરકતો કરી રહ્યું છે કે LACનું વાતાવરણ ખૂબ...

સરહદ પર ચીન એવી હરકતો કરી રહ્યું છે કે LACનું વાતાવરણ ખૂબ જ ગરમાઇ ગયું છે….

12
0

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ ગતિરોધ થોભવાનું નામ લઇ રહ્યું નથી. સરહદ પર ચીન એવી હરકતો કરી રહ્યું છે કે LACનું વાતાવરણ ખૂબ જ ગરમાઇ ગયું છે. ચીનની સેના પોતાની સૈન્ય તાકાત દેખાડીને ભારતને ડરાવવા માંગતું હતું પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપતા ચીન ગેંગેંફેંફેં થઇ ગયું છે. ભારતીય જવાનોના પરાક્રમની આગળ ચીનની PLAએ ગીતો વગાડવા સુધી ઉતરી આવ્યું છે. હવે ચીનની સેના વધુ ભડકી છે. કારણ કે લદ્દાખના આકાશમાં રાફેલે ઉડાન ભરી ચીનને જોરદાર સંકેત આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે આજે મોલ્ડોમાં સૈન્ય સ્તરની બેઠક યોજાવા જઇ રહી છે.
ચીન લદ્દાખ ઉપર અધિકાર જમાવવા માંગે છે
પૂર્વી લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ચીન પોતાનો અધિકાર જમાવવા માંગે છે. ત્યારબાદથી પાંચ મહિનાથી ચીન સાથે તનાવની સ્થિતિ બનેલી છે. રવિવારના રોજ રક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક મિરાજ વિમાન પણ સરહદ પર ઉડતા જોવા મળ્યા છે. વાયુસેનાએ 10 સપ્ટેમ્બરના રોજ અંબાલા એરફોર્સ સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં એરફોર્સમાં રાફેલ વિમાનને સામેલ કર્યા હતા. આ અગાઉ જુલાઈના અંતમાં ફ્રાન્સથી પાંચ રાફેલ અંબાલા પહોંચ્યા હતા.
વાતાવરણથી થઇ જશે પરિચિત
સૂત્રોના જણાવ્યા અનુસાર રાફેલ પાઇલટ્સે અંબાલાથી લદ્દાખ સુધી વિમાનોને ઉડાડ્યા હતા. વાત એમ છે કે આ એક પ્રેક્ટિસ તરીકે કરવામાં આવ્યું હતું. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી રાફેલ પાયલટ્સ ત્યાંના હવામાન અને વાતાવરણથી પરિચિત થઇ જાય. જો ચીન કોઈ પણ પ્રકારની દગાખોરી કરે છે અને રાફેલની જરૂર પડે તો તેના પાયલટ આ વાતાવરણથી પહેલેથી જ પરિચિત હોય.
750-1650 કિલોમીટર સુધીની રાફેલની સફર
મિડએર રિફ્યુલિંગ વગર 4.5-જનરેશનના રાફેલ્સની 780 થી 1650 કિલોમીટર સુધી ઉડવાની છે. આ અલગ-અલગ ઓપરેશન પર નિર્ભર કરે છે. તદઉપરાંત લડાકુ વિમાનો 300 કિ.મી.થી વધુ લાંબા અંતરની ‘સ્કેલ્પ’ એર-ટુ-ગ્રાઉન્ડ ક્રૂઝ મિસાઇલો જેવાકે લાંબા સ્ટેન્ડ-ઓફ શસ્ત્રોથી સજ્જ છે.
રાફેલ દુશ્મન પર પડશે ભારે
જ્યારે રાફેલ વિમાનને એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા ત્યારે એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ કહ્યું હતું કે તેને યોગ્ય સમય પર વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. તેનાથી એરફોર્સની તાકાતમાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં પણ ગોલ્ડન એરોઝ (રાફેલ સ્વેડ્રોન) તૈનાત કરવામાં આવશે ત્યાં તે હંમેશા દુશ્મન પર ભારે પડશે. એવા અહેવાલો આવ્યા હતા કે ચીને તિબેટના ક્ષેત્રમાં આવતા કેટલાક એરપોર્ટ પર લડાકુ વિમાનોને તૈનાત કર્યા છે જેના કારણે ભારતને આ પ્રકારનું પગલું ભરવું જરૂરી છે.
સૌથી આગળ રાફેલ
રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે રમત બદલનાર રાફેલનો સમાવેશ વિશ્વ માટે અને ખાસ કરીને ભારતની સાર્વભૌમત્વને પડકારનારા લોકો માટે એક મજબૂત સંદેશ છે. 29મી જુલાઈના રોજ પાંચ રાફેલ ફ્રાન્સથી અંબાલા એરબેઝ પર પહોંચ્યા હતા. ત્યારબાદ રાફેલનું ટ્રાયલ હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારો સહિત વિભિન્ન વિસ્તારોમાં રાત અને દિવસ ઉડડ્યા હતા. સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સાથે રૂ.59,000 કરોડના સોદા અંતર્ગત તમામ 36 રાફેલ 2022 સુધીમાં ભારતની મળી જવાની સંભાવના છે. 22 કિલોમીટરની સ્ટ્રાઇક રેંજ, ‘સ્કેલ્પ’ મિસાઇલો અને અન્ય શસ્ત્રોથી સજ્જ રાફેલ પાકિસ્તાની અને ચીની હરિફો જેવાં કે એફ-16, જેએફ-17 અને જે-20sને પાછળ છોડી દેશે.
સંપૂર્ણપણે તૈયાર વાયુસેના
ભારતીય વાયુસેના પાસે હાલમાં સરહદ પર સુખોઇ -30 એમકેઆઇ, મિરાજ -2000, મિગ -29 અને લદ્દાખમાં ચીનુક હેવી-લિફ્ટ અને અપાચે હેલિકોપ્ટર્સની સાથે 3,488 કિમી લાંબી LAC પર પૂરતી સંખ્યામાં તૈનાત છે.

Previous articleભારતમાં હવે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ છે…
Next articleડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ રવિવારે દાવો કર્યો હતો કે ભારતમાં કાયદેસર થયા પછી પણ ગૂગલે તેને તેની કેશબેકની રજુઆત હટાવવા માટે ઓફર પાછી ખેંચી લેવા દબાણ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here