Home Ahmedabad પ્રજાસત્તાક ના દિવસે રામબાગ હોસ્પિટલને જીલ્લા કક્ષાએથી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું

પ્રજાસત્તાક ના દિવસે રામબાગ હોસ્પિટલને જીલ્લા કક્ષાએથી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું

50
0

સરકારથી દ્વારા ૨૬મી જાન્યુઆરીના રોજ શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરતા અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓને પ્રોત્સાહીત કરવામાં આવે છે જે અન્વયે રામબાગ સરકારી હોસ્પિટલ ગાંધીધામ દ્વારા આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરતા ૭૩માં ગણતંત્ર દિવસે જીલ્લા ધ્વજવંદન સમારોહમાં રાજયમંત્રીશ્રી કિરિટસિંહ વાઘેલાના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ આ વેળાએ હોસ્પિટલના અધિક્ષક શ્રી ઉપસ્થિત રહી આ સન્માન પત્ર સ્વીકારેલ, ઉલ્લેખનીય છે કે રામબાગ હોસ્પિટલમાં હાલમાં સ્પેસ્યાલીસ્ટની ઉચ્ચ ગુણવત્તાપુક્ત સેવાઓ ઉપલબ્ધ છે હાલમાં બાળ દર્દીઓ, જનરલ સર્જરી,આઈ સર્જરી, કાન,નાક,ગળા,કેન્સર સર્જરી, ડાયાલીસીસ સેન્ટર, સ્ત્રીરોગને લગતી તમામ સેવાઓનો લાભ જાહેર દર્દીઓને મળી રહે છે. ત્યારે છેલ્લા બે વર્ષથી રામબાગ હોસ્પિટલને કવાલીટી સર્ટીફીકેટ એવોર્ડ, બેસ્ટ પીડીયાટ્રીક કામગીરી સર્ટીફીકેટ, તેમજ ગત વર્ષે પણ આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએથી સન્માનપત્ર મળેલ છે. હોસ્પિટલ માટે ગૌરવની વાત છે. હોસ્પિટલનો તમામ સ્ટાફ તન, મન, ધનથી દર્દીઓની સેવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે,રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here