GUJARAT

એઇમ્સના ખાતર્મુહત અંગે સ્થાનિક વહીવટી તંત્ર સુધી માહિતી મળી ન હોવાનું સામે આવ્યું તો બીજી બાજુ એઈમ્સ જવાનો માર્ગ નવા રસ્તાઓ બનાવવા આવી રહ્યા છે.

31મી ડિસેમ્બર (આવતીકાલે)ના રોડ PM મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં 200 એકરમાં 17 જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. મહત્વનું છે કે એઇમ્સના 17 પ્લાનમાંથી 9 પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અન્ય માટે 2-3 દિવસમાં મંજૂરી મળી જશે.

આવતીકાલે રાજકોટ એઈમ્સનું ખાતમુહૂર્ત PM મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે. 200 એકર જમીનમાં રૂ.1195 કરોડના ખર્ચે એઈમ્સ નિર્માણ થશે. CM રૂપાણી, નીતિન પટેલ, સાંસદો પણ હાજર રહેશે. તંત્ર દ્વારા આજે રિહર્સલ કરવામાં આવશે.

અગાઉ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના મહાનુભાવોએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૃટની વ્યવસ્થા, મેઈનરોડથી સભાસ્થળ સુધીના રૃટના આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગર્દિશકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે મુદ્દે બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહૂર્ત 31મીએ વડાપ્રધાન કરશે, તેમજ મુખ્યમંત્રી હાજરી આપશે તેવી જાહેરાત થઈ છે. એઇમ્સનું ખાતમુર્હતને લઈ ડોમની ત્યારીઓ શરૂ કરી છે. જોકે PMO ઓફિસથી મૌખિક મંજૂરી સંભવિત 31 તારીખ મળતા AIIMSના અધિકારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. 200 એકરમાં 17 જેટલા બિલ્ડગો બનાવવામાં આવશે.

એઇમ્સના ખાતર્મુહત અંગે હજુ સ્થાનિક વહીવટી તંત્ર સુધી કોઈ જ માહિતી મળી ન હોવાનું સામે આવ્યું છે તો બીજી બાજુ એઈમ્સ જવાનો માર્ગ બિસ્માર હોવાથી નવા રસ્તાઓ બનાવવા આવી રહ્યા છે, સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, તેમજ બધા મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને એમ્સના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે.

સીએમને લઈ જઈ શકાય તેમ ન હોય હેલિકોપ્ટર મારફત સાઈટ પર લવાશે અને તે માટે હેલિપેડ પણ તૈયાર થઇ રહી છે. એઇમ્સના હાલ 17 પ્લાન માંથી 9 પ્લાન ને મંજૂરી મળી છે બાકીના પ્લાન માટે 2થી 3 દિવસમાં મજૂરી મળી જશે.

મોદી લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ- ભૂમીપૂજન કરશે

અટલ સરોવર પાસે આગામી તા.1ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાઈટ હાઉસ પ્રજેકટનું ઈ-ભૂમીપૂજન કરશે લાઈટ હાઉસ પ્રજેકટમાં મહાપાલીકા દ્રારા 1344 આવાસ બનાવવામાં આવશે આ પ્રોજેકટ માટે દેશમાથી માત્ર 6 શહેરોની પસંદગી કરવામાં આવી છે તેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે વડાપ્રધાન દિલ્હીથી ઓનલાઈન ઈ-ભૂમીપૂજન કરશે.

AIIMS માં શું શું બનશે…

71 હાજર સ્કવેર મીટર માં 750 બેડ ની હોસ્પિટલ નિર્માણ પામશે.
22.500 સ્કવેર મીટર માં મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ ત્યાર કરાશે.
2500 સ્કવેર મીટર માં ઓડિટોરિયમ અને કોંફરન્સ હોલ ત્યાર કરાશે.
3700 સ્કવેર મીટર માં 250 વ્યક્તિ માટે નાઈટ શેલટર ત્યાર કરાશે.
650 સ્કવેર મીટર માં 14 રૂમ નું ગેસ્ટહાઉસ ત્યાર કરાશે.
12000 સ્કવેર મીટર માં વિવિધ કેટેગરી ના આવસ ત્યાર કરશે.
7400 સ્કવેર મીટર માં 312 વિદ્યાર્થી ક્ષમતાની પી.જી.હોસ્ટેલ ત્યાર થશે.
5750 સ્કવેર મીટર માં 240 બોઇઝ અને 240 ગર્લ્સ ક્ષમતાની યુ.જી હોસ્ટેલ ત્યાર કરાશે.
1730 સ્કવેર મીટર માં ડાઇનિંગ હોલ ત્યાર કરાશે.
4000 સ્કવેર મીટરમાં વર્કિંગ નર્સિંગ. હોસ્ટેલ..
4500 સ્કવેર મીટર માં 288 છાત્રો નર્સિંગ હોસ્ટેલ નિર્માણ પામશે.
250 સ્કવેર મીટર માં શોપિંગ કોમ્પ્લેક્ષ અને રેસ્ટોરન્ટ
રમતગમ માટે માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નું પણ નિર્માણ કરાશે..

Leave a Reply

Your email address will not be published.