Home South-Gujarat સાપુતારાનાં સ્વાગત સર્કલથી લેક્વ્યુનાં બ્રિજ સુધીનાં જાહેરમાર્ગનાં ફૂટપાથ પર પ્રવાસીઓ સહિત રાહદારીઓને...

સાપુતારાનાં સ્વાગત સર્કલથી લેક્વ્યુનાં બ્રિજ સુધીનાં જાહેરમાર્ગનાં ફૂટપાથ પર પ્રવાસીઓ સહિત રાહદારીઓને અડચણરૂપ બનેલ લારી ગલ્લાઓનાં દબાણ હટાવવાની કામગીરી નોટિફાઇડ તંત્ર સાપુતારા દ્વારા હાથ ધરાતા દબાણકર્તાઓમાં ફફડાટ

109
0

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં સ્વાગત સર્કલથી લેક્વ્યુનાં બ્રિજ સુધીનાં જાહેરમાર્ગનાં ફૂટપાથ પર પ્રવાસીઓ સહિત રાહદારીઓને અડચણરૂપ બનેલ લારી ગલ્લાઓનાં દબાણ હટાવવાની કામગીરી નોટિફાઇડ તંત્ર સાપુતારા દ્વારા હાથ ધરાતા દબાણકર્તાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે…
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનું એકમાત્ર ગિરિમથક સાપુતારા તેના કુદરતી સૌંદર્યનાં કારણે પ્રખ્યાત જોવા મળે છે.ગિરિમથક સાપુતારા ખાતે થોડાક સમયથી દબાણકર્તાઓનો રાફડો ફાટતા ફરવા આવતા પ્રવાસીઓને અનેક સમસ્યાઓ ઉભી થવા પામી હતી.ગિરિમથક સાપુતારાનાં સ્વાગત સર્કલથી લેક્વ્યુ હોટલનાં બ્રિજ સુધીનાં જાહેર માર્ગનાં ફૂટપાથ પર દિવાળી વેકેશનમાં નાના મોટા લારી ગલ્લાઓનો રાફડો ફાટ્યો હતો.સ્વાગત સર્કલનાં જાહેરમાર્ગથી લેક્વ્યુ બ્રિજ સુધી તંત્રની પરવાનગી વગર અસંખ્ય લારી ગલ્લાવાળાઓએ દબાણ કરી ફૂટપાથ પર લારીઓ ગોઠવી દેતા પ્રવાસીઓ સહિત રાહદારીઓને અડચણ થવા પામી હતી.જેથી આજરોજ સાપુતારા નોટીફાઈડ એરિયા કચેરીનાં નાયબ મામલતદાર સહિતનાં સ્ટાફે સાપુતારાનાં સ્વાગત સર્કલથી બ્રિજ સુધીનાં જાહેર માર્ગ પર ફૂટપાથને અડીને મુકેલ લારી ગલ્લા વાળાઓનું દબાણ હટાવ કામગીરી હાથ ધરતા ફફડાટ મચી જવા પામ્યો હતો. સાપુતારા નોટિફાઇડ તંત્ર દ્વારા ફૂટપાથ પરનાં લારી ગલ્લાઓને માર્ગથી સાડા ત્રણ ફૂટ જેવી જગ્યા છોડવા જણાવી અડચણ દૂર કરી છે.ગિરિમથક સાપુતારા ખાતે નોટિફાઇડ તંત્ર હરકતમાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બોક્ષ:-(1)સંજયભાઈ મનાત-નાયબ મામલતદાર નોટીફાઈડ એરિયા કચેરી સાપુતારા આ બાબતે સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર સંજયભાઈ મનાત દ્વારા જણાવ્યુ હતુ કે સાપુતારાનાં સ્વાગત સર્કલથી લેકવ્યુ બ્રિજ સુધીનાં ફૂટપાથ પર લારી ગલ્લાઓએ દબાણ કર્તા પ્રવાસીઓ સહિત રાહદારીઓને તકલીફ પડતી હતી.જેથી આજરોજ આ તમામ લારીઓને માર્ગથી સાડા ત્રણ ફૂટ દૂર મુકાવી અડચણ દૂર કરી છે.અને આવનાર સમયમાં વધુ કામગીરી હાથ ધરાશે…


Previous articleડાંગ જિલ્લામાં અમુક ગ્રુપ ગ્રામ પંચાયતોમાં વિભાજનનાં નામે પણ ડખા:-આહવા તાલુકાનાં હનવતપાડા ગામનાં ગ્રામજનોને વિભાજનમાં વાંધો પડતા કલેક્ટરને સંબોધીને ડાંગ ચિટનીશને આવેદનપત્ર સુપ્રત કર્યું
Next articleડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ બેકાબુ ટ્રક યુટર્ન વળાંકમાં સંરક્ષણ દીવાલ પર ચડી જતા અકસ્માત સર્જાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here