Home Gujarat માળિયાના હરીપર નજીક રેલ્વે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી એક બાજુનો રોડ બંધ. કચ્છ...

માળિયાના હરીપર નજીક રેલ્વે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી એક બાજુનો રોડ બંધ. કચ્છ હાઈવે ઉપર ટ્રાફિકજામ વાહનો ના થપપા લાગ્યા

16
0

હરીપર પાસે રેલ્વે ઓવરબ્રીજ માં ગાબડું પડતાં કચ્છ ને સૌરાષ્ટ્ર ગુજરાત સાથે જોડતો વાહન વ્યવહાર ખોરભાયો
મોરબી જીલ્લાના નાગરીકોને જણાવવાનું કે મોરબી જીલ્લામાંથી નેશનલ હાઇવે 27 પસાર થાય છે જે નેશનલ હાઇવે પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે જેથી ઓવરબ્રીજ ઉપરનો એક બાજૂનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરેલ છે. પવનચક્કી, ઓવર ડાયમેન્શનલ કન્સાઈનમેન્ટ (ઓડીસી), ઓવર લોડ વાહનો (40 ટનથી વધુ) જેવા મોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજૂરી નથી. આવા વાહનોને સુરેન્દ્રનગર / અમદાવાદ / પાલનપુર/ રાધનપુરથી વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવે છે. અન્ય ટ્રાફિક માટે, માળિયા અને સામખિયાળી વચ્ચે અમુક ભાગમાં સીંગલ રસ્તો ખુલ્લો રાખેલ હોઇ જેથી વાહન વ્યવહાર ધીમો ચાલશે. જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જીલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે.
ટ્રાફિક સરળ બનાવવા માટે સ્થાનિક પોલીસ, જિલ્લા ટ્રાફિક તથા અન્ય પોલીસ સ્ટેશનના તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા નેશનલ હાઇવેના માર્શલ વાહનો સાથે ટ્રાફિક નિયંત્રણ માટે રાખેલ છે. તેમજ વધારાની ક્રેન્સ, એમ્બ્યુલન્સ રૂટ પેટ્રોલિંગ વાહનો, હાઇડ્રા, જેસીબીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
પવનચક્કી, ઓવર ડાયમેન્શલ કન્સાઈમેન્ટ, ઓવરલોડ વાહનો ૪૦ ટનથી વધુ જેવા મોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજુરી નથી આવા વાહનોને સુરેન્દ્રનગર, અમદાવાદ, પાલનપુર/રાધનપુર વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવી છેઅન્ય ટ્રાફિક માટે માળિયા અને સામખીયાળી વચ્ચે અમુક ભાગમાં સિંગલ રસ્તો ખુલ્લો રાખેલ હોય જેથી વાહન વ્યવહાર ધીમો ચાલશે જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે
મયુર રાવલ હળવદ

Previous articleહળવદ યાર્ડ દ્વારા એમબીબીએસ નો અભ્યાસ કરતા 24 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઇ
Next articleવાલિયા ગામે મીઠા પાણી બનનાર ત્રણ સંપ અને પમ્પનું ખાત મુહૂર્ત કરાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here