Home Kheda (Anand) જિલ્‍લાના 14 થી 35 વર્ષના યુવક-યુવતીઓને દસ દિવસના સાગરકાંઠા વિસ્‍તાર પરિભ્રમણ કાર્યક્રમમાં...

જિલ્‍લાના 14 થી 35 વર્ષના યુવક-યુવતીઓને દસ દિવસના સાગરકાંઠા વિસ્‍તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવાની તક

54
0

ભાગ લેવા ઇચ્‍છતા યુવક-યુવતીઓએ તા. ૧૦મી નવેમ્‍બર સુધીમાં અરજી કરવી


આણંદ –:: રાજયના રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ સહાસિક પગપાળા સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે.તદ્અનુસાર ચાલુ વર્ષે આ સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્‍તાર પરિભ્રમણ કાર્યક્રમ દસ દિવસ માટે રાજયના ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે યોજવામાં આવનાર છે.આ સાહસિક પગપાળા સાગરકાંઠા પરિભ્રમણમાં સમગ્ર રાજયમાં આવેલ અરજીઓમાંથી ૧૦૦ યુવક-યુવતીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્‍છતા યુવક-યુવતીઓ કે જેમની ઉંમર તા. ૩૧/૧૨/૨૦૨૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે એક સાદા કાગળ પર પોતાનું નામ-સરનામું, મોબાઇલ નંબર, જન્‍મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્‍યવસાય, એન.સી.સી., પર્વતારોહણ, રમત-ગમત સ્‍પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્‍તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખકાર્ડ,તથા જો આ અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો દર્શાવતી અરજી તા. ૧૦/૧૧/૨૦૨૧ સુધીમાં
ગીર-સોમનાથ જિલ્‍લાના વેરાવળ તાલુકાના ઇણાજ ખાતે જિલ્‍લા સેવા સદનના રૂમ નંબર ૩૧૩-૩૧૪માં આવેલ જિલ્‍લા રમતગમત અધિકારીની કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.


આ કાર્યક્રમમાં પસંદગી સમિતિ દ્વારા યોગ્‍યતા ધરાવતા ૧૦૦ યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવશે. અને માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. જયારે આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતીઓને નિવાસ, ભોજન તથા આવવા-જવાનું ભાડુ સરકાર તરફથી આપવામાં આવનાર હોવાનું આણંદના જિલ્‍લા રમત-ગમત અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

Previous articleઆર.ટી.ઓ. કચેરીમાં પરત આવેલ રજિસ્‍ટ્રેશન બુક વાહન માલિકોને મળી રહે તે માટે ખાસ કેમ્‍પનું આયોજન
Next articleઆણંદ ખાતે અંડર-17 ભાઇઓ-બહેનો માટે હાઇટ-હન્‍ટ યોજાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here