ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના સમર્થનમાં અમદાવાદમાં કોંગ્રેસે પણ ગાંધી આશ્રમખાતે વિરોધ દર્શાવ્યો હતો. અને આંદોલનને સમર્થન આપ્યું હતુ. જેને પગલે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને ગુજરાતથી ટેકો મળી રહ્યો છે. આજે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ જેમાં વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશથી દિલ્હી સહિત સમગ્ર દેશમાં ખેડૂત વિરોધી કૃષિબીલના વિરોધમાં આંદોલન કરતા ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ઉપર કરવામાં આવી રહેલ અત્યાચારના વિરોધમાં આજરોજ ગાંધીઆશ્રમ થી કલેક્ટર ઓફીસ જઈને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પરંતુ જિલ્લા પ્રમુખ પંકજસિંહ વાઘેલા અને કાર્યકરો ગાંધીઆશ્રમ થી કાર્યક્રમ શરૂ કરે તે પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી.જેને લઈ ને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા ભાજપ ની તાનશાહી સામે વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચ, સુરત અમદાવાદ સહિત ખેડૂત સંગઠનો દ્વારા અને ખેડૂતો દ્વારા ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી વિરોધ આંદોલનને સમર્થન અપાઈ રહ્યું છે. દિલ્હી-હરિયાણા સરહદે ખેડૂતોનો જમાવડો જેમનો તેમ છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને ચા-બિસ્કીટ અપાયા છે અને સિંઘુ બોર્ડર પર બપોરના ભોજનની તૈયારી થઈ રહી છે. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. આવતીકાલે સરકાર સાથે ફરી બેઠક યોજાવાની છે.
દિલ્હીમાં ખેડૂત વિરોધનો મામલે ભરુચનો ખેડૂત સમાજ સમર્થનમાં સામે આવ્યો છે અને આ મામલે વાલિયા મામલતદારને રાષ્ટ્રપતિને સંબોધને પત્ર લખી આવેદન આપ્યુ અને મામલતદાર કચેરી બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા
Home Gujarat ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનો વિરોધ જેના સમર્થનમાં અમદાવાદમાં કોંગ્રેસે પણ ગાંધી આશ્રમખાતે...