Home India બજેટ સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવી વિપક્ષો સરકારને ભીંસમાં લઈ શકશે ખરા.?

બજેટ સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવી વિપક્ષો સરકારને ભીંસમાં લઈ શકશે ખરા.?

82
0

દેશમાં બજેટને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને તેનો અને બજેટ રજૂ કરવાનો આરંભ ફેબ્રુઆરી માસના પ્રથમ દિવસે શરૂ થતા બજેટ સત્રમાં થનાર છે. આ સાથે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે એટલે બજેટમાં સરકાર ને લાભ થાય તેવા કલ્યાણકારી કામો હશે તેમજ મોદી સરકારના સત્તાકાળ નું અંતિમ વર્ષ છે એટલે આવનાર લોકસભાની ચૂંટણીઓને નજરમાં રાખી પ્રજા કલ્યાણકારી કામોને વધુ પ્રમાણમાં પ્રાધાન્ય આપવામાં આવશે તેવી શક્યતા રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. તેનું ઉદાહરણ આપતા ચર્ચા ચાલી રહી છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે વડાપ્રધાન શ્રી મોદીજી નેશનલ વોર મેમોરિયલ સલામી આપવા ગયા ત્યારે તેઓએ કુર્તો- પાયજામો પહેર્યા હતા અને ગળામાં મણિપુરનો ગમછો તથા માથા પર કાળા રંગની ઉત્તરાખંડી ટોપી પહેરી હતી પરંતુ ટોપી પર બ્રહ્મકમલ હતું જે ઉત્તરાખંડના લોકો માટે અગત્યનું મુખ્ય પુષ્પ છે. જ્યારે કે ઉત્તરાખંડ અને મણિપુરમા ચૂંટણીઓ આવી રહી છે.મતલબ આમ પ્રજાના દિલ જીતવાનો પ્રયાસ આ રીતે થયો છે. આ માટે કોઇને વાંધો ન હોઈ શકે ઉપરાંત સત્તાધારી પક્ષ ચૂંટણીઓમા લાભ મળે તે માટે પ્રયાસો કરી શકે છે. મતલબ ચૂંટણી યુધ્ધ આને પ્રેમમાં બધું વર્જ્ય છે. એટલા માટે આવનાર લોકસભાની ચૂંટણીઓ જીતવા બજેટમાં પ્રજાલક્ષી અનેક યોજનાઓ તથા કાર્યો હોવાની સંભાવના છે.!!


કેન્દ્રની એનડીએ સરકારે આજ સુધીમા જે પણ કંઈ લોક હિતના- કલ્યાણકારી કાર્યો કર્યા છે તેમાં વોટબેંક, સત્તા અને પોતાના પક્ષને પ્રાધાન્ય આપ્યુ છે અને ત્રણ પૈકીમા કોઈ પણ ફાયદો ન થાય તો તેના તરફ દુર્લક્ષ સેવવાનું શરૂ થઈ જાય.! આગામી બજેટ રજૂ થશે તેમાં વિવિધ રીતે ફૂલગુલાબી મુદ્દાઓ અને લોકાકર્ષક કાર્યો વધુ હશે. ત્યારે અહીં સવાલ એ છે કે લોકસભામાં વિપક્ષી કે સત્તાધારી પક્ષના કેટલાક સભ્યો તેના મૂળ સુધી અભ્યાસ કરી ચર્ચા કરશે.? કદાચ વિપક્ષને તો માત્ર એનકેન પ્રકારે ઊહાપોહ કે ધમાલ કરવા સિવાય કોઈ રસ નહી હોય.દેશના પ્રશ્નો, પ્રજાકિય તકલીફો, દેશમાં પ્રવર્તમાન આર્થિક સ્થિતિ સહિતની બાબતો પર ચર્ચા કરી શકાય.જે દેશની અગાઉની સરકારોનો બજેટ ઈતિહાસ બોલે છે પરંતુ અગાઉની સરકારોમાં બજેટના ઊંડા અભ્યાસુઓ અને દેશની આર્થિક પરિસ્થિતિ બાબતોના જાણકારો હતા અને આજના સમયમાં.?!


સરકાર ભીંસમાં આવે તેવા અનેક મુસદ્દા અને મુદ્દાઓ છે પરંતુ અપક્ષોને ચર્ચા કરવામા જ રસ નથી ત્યારે તેનો અર્થ શો.?!ફક્ત જરૂરી નહોય કે ખોટા મુદ્દે ઊહાપોહ, લોક આઉટ અને ધાંધલ ધમાલ કરી જાણે છે! અને એ કારણે ભાજપને નુકસાન થતું નથી અને વિપક્ષોનો લાભ ઉઠાવે છે. સરકારને ભીંસમાં લેવા અનેક મુદ્દાઓ છે પરંતુ વિપક્ષો એક થઈ વ્યુહ રચના ઘડતા જ નથી કે પછી વિપક્ષો પ્રજાહિતના મુદ્દે એક થઈ સરકારને ભીંસમાં લેવાનું ભૂલી ગયા છે.!! જેનુ પરિણામ બજેટ સત્ર દેશના અગત્યના પ્રશ્નોની ચર્ચા વિના પુરુ થઈ જશે.! ઇન્ટરનેશનલ મોનીટરી ફંડે દેશના વિકાસ દરના અંદાજમા ફેરફાર કર્યો છે તે મુદ્દો અગત્યનો છે અને તેની ચર્ચા થવી આવશ્યક છે. પરંતુ આ મુદ્દે વિપક્ષોએ અભ્યાસ કર્યો છે કે કેમ તે મોટો સવાલ છે.! પરંતુ આવું નહીં બને કારણ સેલ્ફ ગોલ કરવા માટે થઈને સંસદ કાર્યવાહીમાં અંતરાય ઊભો કરવામાં દરેક વિપક્ષ વ્યસ્ત રહેશે.જે અગાઉનુ મળી ગયેલ સંસદ સત્ર બતાવે છે. પ્રજાને પડતી મોંઘવારી, દેશમાં વધી રહેલી બેરોજગારી કે રોજગારીનો દર, કોરોના કાળમાં જરૂરી સરકારી હોસ્પિટલોની સુવિધા, લોકોના સ્વાસ્થ્ય સુવિધા વ્યવસ્થા, ગ્રામ્યસ્તરે લોકોની હાલાકી સહિતના વિવિધ મુદ્દા ભૂલી જશે કે રજૂઆત અને ચર્ચા કરવામાં નાનમ અનુભવતા હશે કે રસ જ નહિ હોય.!! બીજી તરફ કેન્દ્ર સરકાર દેશના કોર્પોરેટર ક્ષેત્રને પ્રાધાન્ય પહેલેથી જ આપતી રહી છે એટલે બજેટમાં પણ તેને જ પ્રાધાન્ય મળશે. કારણ સરકારની છાંયા કેબિનેટમાં કોર્પોરેટ કિંગ ગણાતા ઉદ્યોગપતિઓના ધામા છે. જો કે સરકારે આ ક્ષેત્રને આપેલ લાભનો ફાયદો હવે દેખાવા લાગ્યો છે. છતાં અર્થશાસ્ત્રના નિયમાનુસાર મંદીમાં ખર્ચ વધારવો જોઈએ તેના બદલે ઘટી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારો કરવેરા ઘટાડશે કે કેમ તે પેચીદો પ્રશ્ન છે. દેશમાં સતત ત્રણ વર્ષથી મંદી વ્યાપ્ત બની છે મતલબ રાજ્ય સરકારોની નીતિ મંદીને પ્રોત્સાહન આપતી બની રહી છે.!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here