તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) બાકરોલ ખાતે સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા કલ્ચરલ ઇવેન્ટ અંર્તગત “એડ કેપ્શન ઓન પોસ્ટર મેકિંગ સ્પર્ધા” નું આયોજન કોલેજના અધ્યાપિકા તુલસી દલવાડી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં કોલેજના બીબીએ , બીસીએ અને બીબીએઆઈએસએમ ના પ્રથમ, ચોથા અને છઠ્ઠામાં સેમેસ્ટરના તમામ વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા. જેમાં કોલેજના ૧૦૦ થી પણ વધુ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વિદ્યાર્થીઓને થીમ આધારિત પોસ્ટર બનાવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કંપનીના પોસ્ટર તેમજ સ્લોગન સાથે પોસ્ટર પ્રદર્શિત કરી આ અંગે પોતાના અલગ વિચારો રજુ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા તથા ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી તમામ વિદ્યાર્થીઓ તથા તમામ સ્ટાફ મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.