Home Kheda (Anand) નગરપાલિકા તંત્રની ઉદાસીનતા તેમજ અણઘડ વહીવટના અભાવને પગલે-પેટલાદની ધરોહર સમાન ઐતિહાસિક વાવોની...

નગરપાલિકા તંત્રની ઉદાસીનતા તેમજ અણઘડ વહીવટના અભાવને પગલે-પેટલાદની ધરોહર સમાન ઐતિહાસિક વાવોની દુર્દશાથી નગરજનોમાં રોષ

49
0

પેટલાદ શહેરમાં અતિ પૌરાણિક વાવો આવેલી છે. પેટલાદની શાન ગણાતાં વાવોની દુર્દશા થતા નગરજનોની લાગણીને ઠેશ પહોંચી છે. વિશ્વકર્મા મંદિર ખાતે આવેલ કિશોર પારેખની વાવ, ભાથીજી મંદિર પાસે આવેલ બીજી વાવ, ત્રીજીવાવ ખોડિયાર ભાગોળ વિસ્તારમાં આવેલ ખોડલ વાવ તેમજ ચોથી ચિત્રાહરની વાવ આવેલી છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય તેની ઐતિહાસિક વિરાસત જાળવવા માટે મોટા બજેટની જોગવાઈ કરવામાં આવે છે. શહેર હોય કે ગામ પોતાની વિરાસતની જાળવણી જે તે શહેરની નગરપાલિકા તેમજ ગામની ગ્રામ પંચાયતની વિશેષ જવાબદારીમાં આવે છે પણ પેટલાદમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે પાલિકા આ વાવોની જાળવણી રાખવામાં સદંતર નિષ્ફળ નિવીડી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હંમેશાની જેમ પાલિકા દ્વારા વાવોની જાળવણી માટે આશ્વાસન આપવામાં આવે છે કે સારૂં થઈ જશે પણ પરિણામ શુન્ય આવતું હોય છે.



પેટલાદના બુદ્ધિજીવી વર્ગના જણાવ્યા અનુસાર નગરપાલિકા તંત્ર દ્વારા વહિવટ અને આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે તે દૂર કરીને સારૂં અને સરળ આયોજન કરી આ ઐતિહાસિક ધરોહર સમાન વાવોની જાળવણી કરવી જોઈએ ત્યારે હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ અંગે કોઈ નક્કર કામગીરી કરે છે કે નહીં..!

પેટલાદ શહેર ખાતે રહેતા અને જિલ્લા સંગઠનમાં હોદ્દો ધરાવતા એક હોદેદારે સોશ્યલ મીડિયામાં થકી પાલિકાનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં પાલિકા દ્વારા આજદીન સુધી કોઈપણ પ્રકારની કામગીરી થયેલ નથી સત્તાધારી પક્ષની કામગીરી સામે પક્ષ ના જ હોદેદારે અસંતોષ પ્રગટ કર્યો હતો ત્યારે જો હોદ્દેદાર જ પોતાના પક્ષના સત્તાધીશોની કામગીરીથી નારાજ હોય તો નગરજનોની શું પરિસ્થિત હશે તે સ્પષ્ટ જોઈ શકાય છે.

તસવીર : વિપુલ સોલંકી પેટલાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here