Home Business ચીનની ઝેનઝુઆ ડેટા કંપનીની ઓવરસીઝ ડેટાબેઝમાં ભારતના લગભગ 1400 એવાં લોકોનો ડેટાબેઝ...

ચીનની ઝેનઝુઆ ડેટા કંપનીની ઓવરસીઝ ડેટાબેઝમાં ભારતના લગભગ 1400 એવાં લોકોનો ડેટાબેઝ છે, જે એક ઈન્ટર્નથી લઈ મોટી કંપનીના માલિક સુધી છે….

66
0

લદ્દાખ સીમા પર તણાવની વચ્ચે ચીની કંપની દ્વારા ભારતની સૌથી મોટી હસ્તીઓની જાસૂસીના મામલાએ સૌ કોઈને હેરાન કરી દીધા છે. સોમવારે ખુલાસો થયો હતો કે ચીનની નજર દેશના પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓ, ખેલાડીઓ, વકીલ અને બિઝનેસમેન પર છે. હવે તેમાં નવું લિસ્ટ સામે આવ્યું છે. જેમાં ચીનની કંપની ભારતમાં સ્ટાર્ટ અપ કરનાર કંપનીઓથી લઈ અઝીમ પ્રેમજી જેવા મોટા ઉદ્યોગપતિઓ પર નજર રાખી રહી છે.
અંગ્રેજી અખબારના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીનની ઝેનઝુઆ ડેટા કંપનીની ઓવરસીઝ ડેટાબેઝમાં ભારતના લગભગ 1400 એવાં લોકોનો ડેટાબેઝ છે, જે એક ઈન્ટર્નથી લઈ મોટી કંપનીના માલિક સુધી છે. આ નવી લિસ્ટમાં મુખ્ય રીતે સ્ટાર્ટ અપ, ઈન્વેસ્ટર્સ, બેંકર્સ, ફાઉન્ડર્સ, મોટી કંપનીઓના સીઈઓ સામેલ છે.
ચીની કંપની અંગે સોમવારે ખુલાસો થયો હતો કે, તે બાદ હવે સ્ટાર્ટઅપની દુનિયામાં જાસૂસીની વાત સામે આવી છે. અને પણ તે પણ એવા સમયે કે જ્યારે ચીની કંપનીઓ દ્વારા જ ભારતની અનેક સ્ટાર્ટઅપ કંપનીઓમાં મોટું રોકાણ કરી દેવામાં આવ્યું છે. ચીની કંપની દ્વારા જે કંપનીઓ પર નજર રાખવામાં આવી રહી છે તેમાં પ્રેમજી ઈન્વેસ્ટમેન્ટના CIO, મહિન્દ્રા ગ્રૃપ, રિલાયન્સ બ્રાન્ડના CTO, રિલાયન્સ રિટેલના ચીફ એક્ઝિક્યુટિવ, મોર્ગન સ્ટેનલી, ફ્લિપકાર્ટ, ઝોમેટો, ઉબર ઈન્ડિયા, પે યુ જેવી મોટી કંપનીઓ સામેલ છે. એટલું જ નહીં, એવા પ્રોફેસર અને સાયન્ટિસ્ટ જે આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, તેઓની પણ જાસૂસી ચીની કંપની દ્વારા કરવામાં આવી રહી છે.
રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, છેલ્લા થોડા સમયમાં જે કંપનીઓ ભારતમાં મોટી સફળતા હાંસલ કરી છે, તેના પ્રમુખ લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને તેમનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જેથી કંપનીના ફ્યુચર પ્લાન, તેઓની દરેક રણનીતિને સમજી શકાય. મુખ્ય રીતે નોટબંધી બાદ જે રીતે ભારતમાં ડિજિટલ એપ્સનો વધારો થયો છે, તે બાદથી જ જાસૂસીમાં વધારો થયો છે.
આ ઉપરાં ઝેનઝુઆ ડેટા કંપનીએ ઓલા, સ્નેપડીલ, મિંતરા, અર્બન લેન્ડર, રેઝર પે, સ્પોર્ટ્સ કીડા, રેડ બસ, આયુર્વેદ એક્સપિરીયન્સ, શોપ કિરાના, યુલુ, અનેક ડિજિટલ હેલ્થ કંપનીઓ, બાયજુસ સહિત અનેક સ્ટાર્ટપ જે શિક્ષામાં રોકાણ કરે છે. આ ઉપરાંત રેપિડો, ઝોમેટો, ફૂડ પાન્ડા, સ્વિગી, ડેઈલી બજાર, બિગ બાસ્કેટ જેવી ઓનલાઈન શોપિંગ કંપનીઓ પણ ચીનની નજર હેઠળ છે.
ઉલ્લેખનીય ચે કે એક દિવસ અગાઉ દાવો કરાયો હતો કે ચીની કંપની પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અનેક પૂર્વ વડા પ્રધાન, વર્તમાન અને પૂર્વ લગભગ 40 મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, અધિકારી સહિત કુલ 1500 રાજનેતાઓનો ડેટા બેઝ તૈયાર કરેલો છે. ચીની કંપનીએ તમામ લોકોનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ડિજિટલ પ્લેટફોર્મ, કામકાજ, પારિવારિક તેમજ સામાજિક ડેટા એકત્ર કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here